તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાઓનો પ્રારંભ:આજથી 696 પ્રાથમિક શાળાઓમાં ધો 6થી 8ના 58273 છાત્રોથી શાળાઓ ગૂંજશે

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજથી શાળાઓમાં સમુહ પ્રાર્થના સહિતના કાર્યક્રમો થશે નહીં
  • વાલીઓનીસંમતિ બાદ જ બાળકોને શાળામાં પ્રવેશ, આજે કોરા સંમતિપત્ર અપાશે

કોરોનાના કેસ ઘટતા આજથી જિલ્લાની 696 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના 58273 વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. પરંતુ વાલીની લેખિત સંમતિ બાદ બાળકો શાળામાં શિક્ષણ કાર્ય કરી શકશે. પ્રાથમિક શાળાઓમાં સમુહ પ્રાર્થના, રમત ગમતની પ્રવૃત્તીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સામૂહિક પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના અપાઇ છે.

લાંબા સમય બાદ પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગો ગુરુવારથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે શાળાઓમાં બાળકો માટે બેઠક વ્યવસ્થા સહિત કોરોનાની ગાઇડ લાઈનનું પાલન થાય તે માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓ વર્ગમાં પ્રત્યક્ષ રીતે ન જોડાઈ શકે તેના માટે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય અને હોમ લર્નિંગની પદ્ધતિ ચાલુ રાખવામાં આવશે. શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા વિષયની જરૂરિયાત ને ધ્યાને લઇને શાળાઓએ પૂરતી કાળજી રાખી વર્ગ સંખ્યા ગોઠવવા માટે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકાની ક્ષમતાની મર્યાદામાં રાખવા સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...