• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • From The Stench Of Sewage To Anand Sarovar, Which Is Considered To Be The Jewel Of Patan, Towards The Formation Of Gungdi Lake.

પાલિકાની ઘોર બેદરકારી:પાટણનું ઘરેણું ગણાતા આનંદ સરોવરમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતા દુર્ગંધથી ગુંગડી તળાવ બનવા તરફ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીં મોંઢા પર રુમાલ કે કપડું રાખીને ચાલવાની ફરજ પડી રહી છે

આનંદ સરોવર એ પાટણ શહેરની ઓળખ સમાન તેમજ માનસિક શાંતિ માટે આરામદાયક સ્થળ ગણાય છે. ચારેબાજુ લીલાછમ વૃક્ષોથી આચ્છાદિત આ સ્થળ હરિયાળી અને શુદ્ધ હવાને લઈને મોર્નિંગવોક માટે તેમજ હરવા ફરવા માટે સૌનું પ્રિય સ્થળ બનેલ છે, પરંતુ નગર પાલિકાના સત્તાધીશોની અનદેખીના કારણે ગટરનું ગંદુ પાણી આ તળાવમાં ઠલવાઇ રહ્યું હોઈ આનંદ સરોવર ફરીથી દુર્ગંધયુકત ગૂંગડી તળાવમાં ફેરવાઈ રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આનંદીબેન પટેલે તળાવની કાયાપલટ કરી હતી
પાટણ શહેરમાં તત્કાલીન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખાસ રસ દાખવીને ગૂંગડી તળાવની કાયાપલટ કરી તેને આનંદ સરોવર બનાવ્યું હતું, જેની રોનક બદલાઈ જતા લોકો માટે તે પીકનીક પોઇન્ટ બન્યું હતું. પાટણમાં અન્ય જાહેર બગીચાઓની હાલત ઠીક ન હોવાથી તેમજ આનંદ સરોવર શહેરની મધ્યમાં આવેલ હોવાથી સિનીયર સિટીઝન્સ સહિત અનેક લોકો અને નાના બાળકોથી લઈ યુવાનો, બહેનો સૌ કોઈ આનંદ સરોવરનો લાભ લેતા તેનું પરિસર હર્યુભર્યું અને કલરવથી ગુંજતું રહે છે. આનંદ સરોવરની શોભા અને સુંદરતા વધારવા શહેરની વિવિધ સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ પણ યોગદાન આપતી રહી છે, પરંતુ
છેલ્લા કેટલાક સમયથી આનંદ સરોવરને ગટરના ગંદા પાણીનું કેન્દ્ર બનાવી દેવાયું હોય તેમ ગટરનું ગંદુ પાણી તેમાં ઠલવાઇ રહ્યું હોવાથી આનંદ સરોવર તેની ઓળખ, સુંદરતા, શુદ્ધતા અને શોભા ગુમાવીને ગંધાતુ ગૂંગડી બનવા જઈ રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે.

ચોમેર ગટરનું ન દુર્ગંધ ફેલાવતું પાણી
અત્યારે આનંદ સરોવરમાં આવતા સૌ કોઈને અહીં ગટરોના પાણીની દુર્ગંધના કારણે મોંઢા પર રૂમાલ કે કપડું રાખીને ચાલવાની ફરજ પડી રહી છે. વરસાદ બરાબર થયો ન હોઈ હાલમાં આનંદ સરોવરમાં ચોમેર ગટરનું ન દુર્ગંધ ફેલાવતું પાણી અને વનસ્પતિનુ સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે. ખાસ કરીને આનંદ સરોવરમાં શુદ્ધ હવા માટે હરવા ફરવા આવતા લોકોમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે, અહીં શુદ્ધ હવામાન માટે આવતા તેના બદલે દુર્ગંધયુક્ત હવામાનમાં બેસવું કે ફરવું પડતું હોવાનું લોકોનુ કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...