તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાધનપુર અને મોટીપીપળી ગામેથી રૂ. 1.16 લાખના દારૂ સાથે 2 ઝડપાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ એલસીબીએ મોટીપીપળીથી એકને ઝડપ્યો, એક ફરાર
  • વાહનોમાં દારૂની હેરાફેરી કરી જથ્થો ઠલવાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી

રાધનપુર પોલીસે રામનગર સોસાયટીમાંથી દારૂ સાથે એકને ઝડપ્યો હતો. જ્યારે એક ફરાર થઈ ગયો હતો. તો એલસીબીએ મોટીપીપળીથી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો હતો. જ્યારે ચાર ચાલક ફરાર થઈ ગયો હતો. રાધનપુરની રામનગર સોસાયટીમાં રાધનપુર પોલીસ દ્વારા રેડ કરી નરેશભાઈ ભગુભાઈ નિરાશ્રિત ઠાકોરને રૂ. 46475 ની કિંમતના 479 બોટલ ભારતીય દારૂ સાથે પકડી પાડ્યો હતો જ્યારે નરેશનો સાગરીત સ્કોર્પિયો ગાડીનો ડ્રાઈવર નરેશભાઈના ઘરના આંગણામાં દારૂનો મુદ્દામાલ ઉતારીને પોલીસને જોઈ ગાડી લઇ નાસી છૂટયો હતો.

રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામની સીમમાં નાયતા વાડા ગામ તરફ જવાના રોડ ઉપરથી પાટણ એલસીબીએ કારમાં દારૂ લઇ જતો રોહિતકુમાર પ્રવિણકુમાર રાવળને પકડી લીધો હતો. જ્યારે અભિમન્યુ પાંચાભાઇ રાવળની શોધ હાથ ધરી હતી. વિદેશી દારૂની બોટલ અને ટીન નંગ 916 કિંમત રૂ. 70390 નો જથ્થો ગાડી માંથી પકડી પાડ્યો હતો. પોલીસે રૂ. 2 લાખ 75 હજારની કાર અને મોબાઈલ કબજે કર્યા હતા. આ અંગે લોકલ ક્રાઈમ બ્રાંચ પાટણના વિનોદકુમારની ફરિયાદ આધારે રાધનપુર પી.એસ.આઇ ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...