પગપાળા યાત્રા સંઘ:પાટણમાંથી માતાજીની માંડવી સાથે બે પગપાળા સંઘો અંબાજી જવા પ્રસ્થાન કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદરવા સુદ નોમના દિવસે દર વર્ષે મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મુકવામાં આવતો હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના પગલે ભાદરવી પૂનમનો મહા મેળો નહી યોજાય. પરંતુ માનતા, આખડી માટે ભાદરવી પૂનમ સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. ત્યારે પાટણ શહેરમાંથી માતાજીની માંડવી સાથે બે સંઘોએ બોલ માડી અંબે જય જય અંબે ,અંબાજી દૂર હે જાના જરૂર હે ના નારા સાથે પ્રસ્થાન થયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દર વર્ષે મોટી સંખ્યામાં સંઘો દર્શન માટે ઉમટે છે.

અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે બીરાજમાન અંબાજી માતાજીના શકિતના સ્ત્રોત સમાન મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ મૈયાની ધજા પતાકા અને માંડવી સાથે અંબાજીમાં ઉમટી પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી પાટણ શહેર સહિત જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંઘો માતાજીની માંડવી સાથે ભાદરવી પૂનમના મહામેળા માં માતાજીના દર્શન માટે ઉમટે છે.

સંઘ માતાજીના મંદિરે પહોંચી બાધા આખડી પુરી કરશેત્યારે પાટણ શહેરના ગુર્જરવાડા યુથ ક્લબ, બુલાખીપાડા અને સરૈયાવાડા મિત્રમંડળનો પગપળાયાત્રા સંઘ માતાજીની માંડવી અને ધજા સાથે બોલમાડી અંબે જય જય અંબેના નારા સાથે અંબાજી જવા પ્રસ્થાન થયો હતો. જે અંબાજી પહોંચી માતાજીના મંદિરે ધજા ચડાવી બાધા આખડી પુરી કરી પાટણ પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...