ખાતમુહૂર્ત:પાટણ સાકાર પાર્ટી પ્લોટથી સનસિટી મોલ સુધી રૂ. 4 લાખના ખર્ચે ટ્રીમિક્સ રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ સમિતિના ચેરમેન શાંતિબેન ગિરીશભાઈ પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
  • પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પાટણ નગરપાલિકાના વોર્ડ નં-11 વિસ્તારના સાકાર પાર્ટી પ્લોટથી સનસિટી મોલના છાપરા તરફનું રૂ. 4 લાખના ખર્ચે નવીન ટ્રીમીક્સ રોડ બનાવવાનું ખાતમુહૂર્ત બાંધકામ સમિતિના ચેરમેન શાંતિબેન ગિરીશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા આજે ગુરૂવારના રોજ વોર્ડ નં. 11 મલપરાથી પદમનાથ ચાર રસ્તાને જોડતા બહુ ઉપયોગી સર્વિસ રોડ સાકાર પાર્ટી પ્લોટથી સનસિટી મોલ છાપરા સુધી નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ નવીન રોડના ખાતમૂહુર્ત પ્રસંગે નગરપાલિકા પાટણના બાંધકામ સમિતિના ચેરમેન શાંતિબેન ગીરીશભાઈ પટેલ, જયેશ ભાઈ પટેલ ગૌરવ મોદી સહિત નગરપાલિકાના સૌ પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...