બોલ મારી અંબે, જય જય અંબે:પાટણ જિલ્લામાંથી અંબાજી પગપાળા જતા યાત્રા સંઘોનું વાજતે ગાજતે પ્રયાણ

પાટણ19 દિવસ પહેલા
  • બોલ મારી અંબેના નાદ સાથે જોગીવાડાની સંઘ પ્રસ્થાન થયો
  • હારીજ, પાટણ, સિદ્ધપુરના માર્ગો બોલ માડી અંબેના નાદથી ગુંજવા લાગ્યા

અંબાજીમાં શરૂ થયેલા જગદંબાના ભાદરવી પૂનમના મેળાના પ્રારંભ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જય અંબેના ઘોષ સાથે પદયાત્રીઓએ યાત્રાનો પ્રારંભ કરી દીધા છે. આજથી શરૂ થયેલ ભાદરવી પૂનમ ના મેળા માં જવા પાટણ થી જાગીવાડા વિસ્તારના સંઘ સોમવારે બપોરે માતાજી ની આરતી કરી માતાજી ની માંડવી ગરબો અને ધજા સાથે પગપાળા જવા પ્રસ્થાન થયો હતો. હારીજ પાટણ , સિદ્ધપુર જતા હાઇવે પદયાત્રીકોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. જ્યારે વાઘેશ્વરી મિત્ર મંડળ દ્વારા 51 ગજની ધજા સાથે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું છે.

વાજતે ગાજતે અંબાજી તરફ
ભાદરવી પૂનમે માઁ અંબા ના ચરણો માં શિશ ટેકાવા માટે વર્ષોથી પાટણ જિલ્લાના ગામે ગામથી હજારો માઇભક્તો પદયાત્રા કરે છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ જિલ્લાના સમી, હારીજ, ચાણસ્મા, પાટણ પંથકના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી ભક્તોએ માર્ગો સોમવાર સવાર થીજ અંબાજી પગપાળા જાવા પ્રસ્થાન થયા હતા. સોમાવરે બપોરે પાટણના જોગીવાડાના યુવક મંડળ પગપાળા સંઘ માતાજીની આરતી કરી માતાજી ગરબા રમી ન રથ અને ધજા સાથે પદયાત્રીઓ વાજતે ગાજતે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...