પાટણમાં બાઈક સળગ્યું:જલારામ મંદિર પાસે ચાલુ બાઈકમાં આગ લાગતા અફરાતફરી, સતર્કતાથી રાઈડરનો બચાવ થયો

પાટણ3 મહિનો પહેલા

પાટણ શહેરના જલારામ મંદિરના ગેટ પાસે બપોરના સમયે ચાલુ બાઈકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે બાઈક રાઇડરે સમય સુચકતા વાપરીને બાઈક ઉભુ રાખી દેતા તેનો બચાવ થયો હતો. આસપાસના લોકોએ એકઠાં થઇ આગ બુઝાવી હતી. જોકે બનાવમાં બાઈક સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઇ હતી.

બાઈક ભડભડ સળગ્યું
પાટણ શહેરના સતત ધમધમતા જલારામ મંદિર રોડ પર મંદિર પાસેજ આજે બપોરના સમયે એક પ્લસર બાઈકને યુવક જઇ રહ્યો હતો. જે સમયે બાઇકમાં કોઇકારણસર અચાનક આગ લાગી હતી. બાઇકમાં આગ લાગી હોવાની જાણ થતાં જ યુવકે બાઇકને ઉભી રાખી દીધું હતું. બાઇકમાં આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા અને આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...