ચોરી:બાલિસણાના પાર્લરમાંથી રૂ. 20 હજાર રોકડની ચોરી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા
  • ​​​​​​​બાલિસણા પોલીસે શકમંદોની પુછપરછ હાથ ધરી

પાટણ તાલુકાના બાલીસણા ગામના બંસી પાર્લરમાંથી રૂ. 20,000 રોકડ અને સીસીટીવી કેમેરાના ડિવીઆર ચોરાતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.બાલીસણા ગામના મનીષભાઈ ભોગીલાલ પટેલનું બંસી પાર્લરની છતનું પતરૂ તોડી ચોર રૂ. 20 હજાર રોકડ અને સીસીટીવી કેમેરાના ડિવીઆર ચોરી ગયા હતા.

મનીષભાઈને આ અંગે જાણ થતા તાત્કાલિક બાલીસણા પોલીસને જાણ કરતા પી.એસ.આઇ પી.એસ ચૌધરી સહિત ટીમ દોડી આવી હતી. પરંતુ સીસીટીવી કેમેરાનું ડીવીઆર તસ્કરો ચોરી ગયા હોવાથી પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી હતી. જો કે સામેની એક દૂકાનમાં સીસીટીવી કેમેરા હતા પરંતુ તે બંધ હાલતમાં હતા. શનિવારે રાત્રે પણ એક બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. રહિશો જાગી જતાં ચોર ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...