તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ વધારો:શ્રાવણ માસના પ્રારંભથી જ પાટણમાં ફ્રુડના ભાવમાં 30થી 40 ટકાનો વધારો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસોમાં 20 રૂપિયે ડઝન મળતા કેળાના ભાવ થયા બમણા
  • સારી ક્વોલિટીના સફરજનના પણ ભાવ આસમાને

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ પર જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાંની સાથે જ ઉપવાસીઓ ફુટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે હાલ પાટણન બજારોમાં ફ્રુટની આવક ઘટતા સફરજન, કેળા, અનાનસ અને મોસંબી જેવા કુટમાં 30થી 40 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોનાની આર્થિક ભીંસને કારણે પવિત્ર શ્રાવણ માસમાં શહેરની બજારોમાં ફ્રુટના વધેલા ભાવોને લઇ ધરાકીમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે .

પવિત્ર શ્રાવણ માસની સમગ્ર રાજય સહિત પાટણ જીલ્લામાં ભકિતસભર માહોલમાં શરુઆત થઈ છે. ખાસ કરીને પૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન ઉપાસકો દ્વારા શિવ આરાધનાની સાથે સાથે શરીર સૌષ્ઠવને નિરોધી રાખવા ઉપવાસ તેમજ એકટાણા કરે છે .

આ દિવસોમાં શિવ ઉપાસકો તેમજ શિવમંદિરોમાં મોટા પ્રમાણમાં કુટનો ઉપયોગ થાય છે ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિ અને પેટ્રોલ ડીઝલમાં વધતા ભાવવધારાની સામે ટ્રાન્સપોટેશનનો ખર્ચ વધતા ફ્રુટના ભાવમાં 40થી 40ટકાનો વધારો નોંધાયો છે.

સામાન્ય દિવસોમાં શહેરના ફુટ બજારમાં 20 રુપિયે ડઝન વેચાતા કેળા આજે 50 રુપિયે વેચાઇ રહ્યા છે. તો સ્પેશ્યલ કવોલીટીના સફરજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં 40 રૂપિયે નંગના ભાવે વેચાતા અનાનસનો ભાવ 80 રુપિયાને આંબી ગયો છે.

મોસંબીના ભાવમાં પણ 20 ટકાનો વધારો જોવા મળી રહયો છે. આમ પવિત્ર શ્રાવણ માસમાં ફુટના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં આર્થિક ભીંસ અનુભવી રહેલા લોકોનું ફુટ ખરીદવા માટેનું બજેટ ખોરવાયું છે.

અન્ય સમાચારો પણ છે...