• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Free Webinar Of Vedic Mathematics Held In Patan, President Award Winning Teacher Taught Mathematics Lessons To More Than One Thousand Students

ગણિતના પાઠ:પાટણમાં વૈદિક ગણિતનો ફ્રી વેબીનાર યોજાયો, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકે એક હજારથી વધું વિદ્યાર્થીઓએ ગણિતના પાઠ શીખવ્યા

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની એકસપરીમેન્ટલ હાઇરકુલના પ્રિન્સીપાલ ડો.ધનરાજ ઠકકરે વિદ્યાર્થીઓને ગણીતની સમજણ આપી

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ આસિસ્ટન્ટ વિક્રમ સારાભાઈ સાયન્સ ટેકનોલોજી આયોજિત વૈદિક મેટ્સ ફી બીનારનું આયોજન તક્ષશિલા વિદ્યાલય હળવદ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં પાટણ શહેરની એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે આ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણિત તજજ્ઞ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને 45 જેટલાં સેમિનારમાં વિદ્યાર્થીઓને ગણિતના પાઠ શીખવનાર પાટણ એક્સપરિમેન્ટલ હાઇસ્કુલના પ્રિન્સિપાલ ડોક્ટર ધનરાજભાઇ ઠક્કરે વિદ્યાર્થીઓને વૈદિક ગણિત પાઠ શીખવ્યા હતા.

જેમાં ખાસ કરીને બહુપદીના ગુણાકાર વર્ગમૂળ, ઘન, ઘનમૂળ જેવા ધોરણ છથી આઠના ગણિતના પાયાના ખ્યાલોને સમજવાની ઓનલાઇન શીખવાડવામાં આવી હતી. જેમાં ઓનલાઈન ઝુમ એપ ઉપર એક હજાર જેટલા વિદ્યાથીઓ જોડાયા હતા અને આગામી 28મી મે સુધી આ વેબીનાર ચાલુ રહેશે.

જ્યારે 29 મીના રોજ એમ.સી ,કીયુ ટેસ્ટ લેવામાં આવશે, આ ઓનલાઈન વેબીનાર શિક્ષણના કારણે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં ત્રણ ક્લાકનુ પેપર પોણા બે કલાકમાં પૂર થશે તેવું પ્રીન્સીપાલ ધનરાજ ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...