તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પાટણના અંબિકા શાકમાર્કેટ ખાતે નિ:શુલ્ક માસ્કનું વિતરણ કરાયું

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેચાણ અર્થે આવેલા ખેડૂતોને અંદાજિત 700 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
 • વિલાજ પાર્ટી પ્લોટ ખાતે કોરોનામાં રાહત આપે તેવી દવાનુ પણ વિતરણ કરાયું

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા મંગળવારના રોજ શહેરના અંબિકા શાકમાર્કેટ ખાતે નિ:શુલ્ક માસ્ક વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અંબિકા શાકમાર્કેટ પાટણ ખાતે શાકભાજીના વેપારીઓ તેમજ મજુરી કામ ઉપર આવતા મજુરો સહિત શાકભાજીના વેચાણ અર્થે આવેલા ખેડૂતોને અંદાજિત 700 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ દ્વારા ઓયોજિત નિ:શુલ્ક માસ્ક વિતરણ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા તમામ માસ્ક પુરા પાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાખા પ્રમુખ પારસભાઈ ખમાર, મંત્રી જીતુ ઓતિયા, ગુજરાત ઉત્તર પ્રાંત મહામંત્રી હેમંત કાંટાવાલા, કારોબારી સભ્ય ભરત પટેલ, કુંદન પટેલ તેમજ રમેશ ખમાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

જ્યારે પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે કોરોનામાં રાહત આપે તેવી દવા મીથીલીન લ્યુને વિનામુલ્ય વિતરણ શરુ કરવામાં આવ્યું હતું. જેનો પાટણ શહેરની પ્રજાએ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. શહેરમાં કોઈને પણ આ દવા જોઇએ તો વિલાજ પાર્ટી પ્લોટ ઉપર જઇને રુબરુ મેળવી શકે છે. આ દવા ફ્રીમાં આપવાનો કાર્યક્રમ સતત ચાલુ જ રહેવાનો છે તેમ પાટણ નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને વિલાજ ગ્રુપના ચેરમેન લાલેશભાઇ ઠકકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો