• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Free Lemonade Was Distributed To The Staff On Duty At Kovid Testing Centers In Patan And To The Patients Undergoing Treatment In The Hospital.

સંસ્થાઓની સેવા:પાટણમાં કોવિડ ટેસ્ટિંગ સેન્ટરો પર ફરજ બજાવતા કર્મચારીઓને અને હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓને નિ:શુલ્ક લીંબુ શરબતનુ વિતરણ કરાયું

પાટણ6 મહિનો પહેલા
દર્દીઓને મદદરૂપ બનવા અનેક સેવાકીય સંસ્થાઓ તત્પર બની
  • રોટરી અને રોટરેકટ કલબ દ્વારા લીંબુ શરબતની સેવા ઉપલબ્ધ કરાઈ

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ઓક્સિજન, ઇન્જેક્શન અને બેડની અછત સર્જાઇ છે. ત્યારે ઘણી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને માનવતાનું કામ કરે છે. ટિફિન સેવા સહિતની ઘણી મદદ કરી સંસ્થાઓએ માસણાઇ બતાવી છે. ત્યારે પાટણમાં રોટરી અને રોટરેકટ કલબ દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટરો પર ફરજ બજાવતા કર્મચારીઓને તેમજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલાં દર્દીઓને નિ:શુલ્ક લીંબુ શરબતની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

પાટણ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને મદદરૂપ બનવા અનેક સેવાકીય સંસ્થાઓ તત્પર બની છે. ત્યારે પાટણ શહેરના રોટરી અને રોટરેકટ કલબ દ્વારા શહેરના વિવિધ ભાગમાં કાર્યરત કરાયેલા કોવિડ ટેસ્ટિંગ સેન્ટરો પર ફરજ બજાવતા કર્મચારીઓને તેમજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલાં દર્દીઓને નિ:શુલ્ક લીંબુ શરબતની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

રોટરી રોટરેકટ ક્લબ પાટણના સેવાભાવી સભ્યો દ્વારા વહેલી સવારે લીંબુ શરબત તૈયાર કરી દરેક સેન્ટર ઉપર તેમજ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. તો પાટણ શહેરની અન્ય સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ કોરોના દર્દીઓ માટે તેમજ તેમના પરિવારજનો માટે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી હોવાનું સેવાભાવી સંસ્થાના સભ્યોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...