સેવાકાર્ય:પાટણમાં હેરિટેજ ગૃપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, માળા અને ચણનું નિઃશુલ્ક વિતરણ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેરિટેજ ગૃપની સેવાકીય પ્રવૃતિઓને ઉપસ્થિત મહાનુભાવોએ સરાહનીય ગણાવી

પાટણ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ અબોલ જીવોની સેવા કરતી સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રોજેક્ટો અંતગર્ત અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે હેરિટેજ ગ્રુપ ઓફ પાટણ દ્વારા રવીવારનાં રોજ પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા, માળા, પાણીની ટાંકી, ચાટ જાર સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પ્રોજેક્ટનાં પ્રારંભ પ્રસંગે પાટણ ખાણ ખનીજ વિભાગનાં પરેશ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી હેરિટેજ ગૃપની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી. આ સેવાકાર્ય માં હેરિટેજ ગૃપના પાર્થભાઈ પટેલ,સન્ની પટેલ, પાર્થિક પટેલ સહિતના હેરિટેઝ ગ્રુપ ઓફ પાટણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...