તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Free Distribution Of Books To Students Of Standard 9 To 11 By State School Textbook Board, 80 Thousand Books For 44 Schools Of Patan

શિક્ષણ:રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ નવથી 11નાં વિદ્યાર્થીઓ પુસ્તકોની નિ:શુલ્ક ફાળવણી, પાટણની 44 શાળા માટે 80 હજાર પુસ્તકો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શહેરની વિવિધ શાળાઓમાં પુસ્તકો પહોંચતા કરાશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષે જૂન માસનાં નવા સત્રની શરૂઆત થતાંની સાથે જ નિયત કરાયેલી રાજ્યભરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિ:શુલ્ક પુસ્તકો વિતરણ કરવામાં આવે છે. જે અનુસંધાને પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાંની સાથે જ ધોરણ નવથી 11નાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનાં પુસ્તકોની નિ:શુલ્ક ફાળવણી કરવા માટે પુસ્તકોનો સ્ટોક પાટણની સરકારી કે.કે.કન્યા વિદ્યાલય ખાતે એકત્રિત કરવામાં આવ્યો છે .

ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ દ્વારા જૂન 2021-22નાં નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ નવથી 11નાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયનાં પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવા માટે હાલમાં પાટણની કે.કે.કન્યા વિદ્યાલય ખાતે 80 હજારથી વધુ પુસ્તકોનો સ્ટોક ઉતારવામાં આવ્યો છે. આ પુસ્તકો પાટણ તાલુકાની હેમ.એસ.સી.વી.સી.ની 44 શાળાઓમાં આપવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લાના હારીજ, રાધનપુર અને સિધ્ધપુર તાલુકાઓમાં પણ સરકારી શાળાનાં વિદ્યાર્થીઓને તેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. હાલમાં કે.કે.કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10નાં વિષયનાં પુસ્તકોનો સ્ટોક ઉતારવામાં આવ્યો છે. જેમાં સમાજવિદ્યા અને સંસ્કૃત વિષયના પુરાકોનો સ્ટોક આગામી સમયમાં સરકાર દ્વારા ફાળવવામાં આવશે. જ્યારે ધોરણ 11માં ગુજરાતી અને સમાજશાસ્ત્રના વિષયને બાદ કરતાં તમામ વિષયનાં પુસ્તકોની ફાળવણી કરવામાં આવી છે .

પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાટણ જિલ્લામાં ચાર સ્થળોએ પુસ્તકોની ફાળવણી માટે 80 હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે. તો ધોરણ નવનાં પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે બેઠા નિ:શુલ્ક આપવામા આવશે તેવું પાટણ જિલ્લા શિક્ષણ વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...