નિઃશુલ્ક નિદાન:પાટણ જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લઇ પોતાનું નિદાન કરાવી સારવાર મેળવી

પાટણ

નિઃશુલ્ક નિદાન

પાટણ જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું

જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લઇ પોતાનું નિદાન કરાવી સારવાર મેળવી

મુખ્યમંત્રી અમૃતમ અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત પાટણ જનરલ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી પાટણના સહીયોગ દ્વારા અને જયદીપ હોસ્પિટલ અમદાવાદનાં સહિયોગથી બુધવારના રોજ સવારે 11થી 1ના સમય દરમિયાન મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું.

પાટણ શહેર ની જનરલ હોસ્પિટલ ખાતે આયોજિત મફત નિદાન અને સારવાર કેમ્પનો જરૂરિયાતમંદ દદીઓ એ લાભ લઇ પોતાના રોગનુ નિદાન કરાવી જરૂરી સારવાર મેળવી હતી. જનરલ હોસ્પિટલ પાટણ ખાતે આયોજિત આ મફત નિદાન અને સારવાર કેમ્પમાં પાટણ જનરલ હોસ્પિટલ નાં તબીબો સહિત જયદીપ હોસ્પિટલ અમદાવાદ નાં તબીબો એ ઉપસ્થિત દર્દીઓને નિદાન કરી જરૂરી સારવાર પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...