ઠગાઈ:કસ્ટમર કેર કર્મીની ઓળખ આપી મહિલા સાથે 56956ની છેતરપિંડી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક ખાતામાંથી નાણાં ઉપડી જતાં જાણ થઈ
  • પાટણની મહિલાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ

પાટણ શહેરમાં મહિલા સાથે બે વ્યક્તિઓએ કસ્ટમર કેરની ઓળખ આપીને ઓનલાઇન રૂ. 56956 બેંક ખાતામાંથી ઉઠાવી લીધા હતા. આ અંગે મહિલાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પાટણ જિલ્લા પંચાયત સરકારી ક્વાર્ટરમાં રહેતા આરતીબેન કનુભાઈ નાડોદા તેઓના મોબાઈલ ઉપર 2 અજાણ્યાના મોબાઇલ ધારકો એક એક્સાઇડ ઉપરથી તારીખ 07/09/2021ના રોજ કસ્ટમર કેરના કર્મચારી હોવાની ઓળખ આપી હતી મોબાઈલ ઉપર ટેક્સ મેસેજ મોકલીને માધ્યમ મારફતે મહિલા વિશ્વાસમાં લઇ એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી રૂ. 56966ની ઠગાઈ કરી હતી. આ અંગે મહિલાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે બે અજાણ્યા મોબાઇલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે પી.આઈ એસ. એ. ગોહિલે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...