ધરપકડ:પાટણના ખાડીયા મેદાનમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળની ઝાડીમાંથી રૂ. 8540ની રોકડ સાથે ઝબ્બે

પાટણના ખાડીયાના મેદાનમાં જુગાર રમતાં ચાર શખ્સોને ઝડપી લેવાયા હતા. પાટણ શહેરના ખાડીયા મેદાનમાં આવેલી બાવળીની ઝાડીમાં હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે સોમવારે બપોરે પોલીસે રેડ કરી હતી. રેડ દરમ્યાન જુગાર રમતાં 4 શકુનીઓને રોકડ રૂ. 8540ના જુગાર સાહિત્યના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તમામ સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

આ ચાર ઝડપાયા
ઠાકોર દશરથજી હજુરજી રહે. મહેમદપુર, પ્રજાપતિ જગદીશભાઇ ખેમચંદભાઇ રહે. પાટણ, ઠાકોર અરવિંદજી જીતાજી રહે. પાટણ અને ઠાકોર ધનાજી સોવનજી રહે. સાગોડીયા

અન્ય સમાચારો પણ છે...