ચાઈનિઝદોરી થી લોકોના ગળા કપાઈ જવાની અને પક્ષીઓ ને ઈજાઓ થવાની ઘટનાઓ બની રહી છે જેને પગલે સરકારે ચાઈનિઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધો મૂકી દીધો છે છતાં કેટલાક શખ્શો ચાઈનિઝ દોરીનું વેચાણ કરતા હોવાથી પાટણ જિલ્લામાં પોલીસે છેલ્લા નવ દિવસથી ચાઈનિઝ દોરી નું વેચાણ કરતા શખ્સોને પકડવાની ડ્રાઇવ કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં સાંતલપુર શંખેશ્વર પંચાસર અને ચાણસ્મા માંથી રૂ. 20,000 ની ચાઈનિઝ દોરીની 108 ફીરકી સાથે ચાર શખ્સોને પોલીસે પકડી લીધા છે
સાતલપુર માંથી પોલીસે શીવાભાઈ ભીમાભાઇ ઠાકોરને રૂ1600 ની ચાઈનિઝ દોરીની આઠ ફીરકી સાથે પકડ્યો હતો તેની સામે સાતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી શંખેશ્વર માંથી અમૃતભાઈ વાલાભાઈ દેવીપુજક ને રૂ 10,800 ની 54 ફીરકી સાથે ઝડપ્યો હતો તેની સામે શંખેશ્વર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી
પંચાસર થી એરવાડા રોડ પર 6,000 ની ચાઈનિઝ દોરીની 30 ફીરકીઓ લઈને બાઈક પર જઈ રહેલા પાટડી તાલુકાના એરવાડા ગામના લાલજી પોપટજી ઠાકોરને પોલીસે પકડી પાડ્યો હતો અને તેની પાસેથી બાઈક જપ્ત કરી તેની સામે શંખેશ્વર પોલીસ મથકે કાર્યવાહી કરી હતી.ચાણસ્મા માંથી 1600 ની ચાઈનિઝ દોરીની 16 ફિરકી સાથે શૈલેષભાઈ બાબુભાઈ રોહિતને એસ.ઓ.જી પોલીસની ટીમે ઝડપ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.