મુસાફરોને હાલાકી:પાટણ સ્ટેશનથી ઉપડતી ચાર લોકલ ટ્રેનો હજુ 26 માર્ચ સુધી બંધ રહેશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનો ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના અપડાઉન કરનારા મુસાફરો માટે એક માઠા સમાચાર છે. પાટણ સ્ટેશનેથી રોજ ઉપડતી ચાર લોકલ ટ્રેનોની અવર-જવર વધુ 22દિવસ સુધી સ્થગિત કરવામાં આવી છે. અગાઉ બંધ કરાયેલી લોકલ ટ્રેનોને તા. 3/ 3/23 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ અગમ્ય કારણસર હજુ કામ ચાલી રહ્યુ હોવાથી આ બંધ ટ્રેનોને આગામી તા. 26/3/23 ની સુધી નહીં દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ​​​​​​​મહેસાણા-અમદાવાદ રેલવે લાઈન પર ટ્રેકનું ડબલિંગનું કામ ચાલી રહ્યુ છે. જેનાં કારણે અગાઉ પાટણ રેલવે સ્ટેશનથી ઉપડતી ચાર લોકલ ટ્રેનોને બંધ કરાઈ હતી. જે આજથી શરૂ થવાની હતી. એ અનુસંધાને આજે સવારે એક ટ્રેન તો પાટણ આવી ગઈ હતી. પરંતુ તે પછી તરત જ આ ટ્રેનને પાછી કેવી રીતે મોકલવી તે અંગે પાટણ સ્ટેશનનાં અધિકારીઓ અવઢવમાં હતા. આજે પશ્ચિમ રેલ્વેએ જારી કરેલી 6 ટ્રેનોનાં આવાગમનને સ્થગિત કરતી અને તેનો સમય લંબાવતી યાદી પ્રમાણે પાટણ મહેસાણા વચ્ચેની ટ્રેન નં. 09482, મહેસાણા વડનગર ટ્રેન નં. 09491, વડનગર મહેસાણા ટ્રેન નં. 09492, મહેસાણા પાટણ વચ્ચેની પાંચ દિવસની નોમીનેટેડ ટ્રેન નં. 09483, પાટણ મહેસાણા વચ્ચેની ટ્રેન નં. 09476 તથા મહેસાણા પાટણ વચ્ચેની ટ્રેન નં. 09481ને તા. 26/3/2023 સુધી બંધ કરવામાં આવી હોવાનું પાટણનાં રેલવે સ્ટેશ અધિકારીએ જણાવ્યું હતું.

કઇ ટ્રેનો બંધ રહેશે?

પાટણ-મહેસાણા વચ્ચેની ટ્રેન નં. 09482, મહેસાણા-વડનગર ટ્રેન નં. 09491,

વડનગર-મહેસાણા ટ્રેન નં. 09492,

મહેસાણા-પાટણ વચ્ચેની પાંચ દિવસની નોમીનેટેડ ટ્રેન નં. 09483, પાટણ-મહેસાણા વચ્ચેની ટ્રેન નં. 09476 મહેસાણા-પાટણ વચ્ચેની ટ્રેન નં. 09481

અન્ય સમાચારો પણ છે...