કાર્યવાહી:પાટણ અને ચાણસ્માથી ચાર જુગારી ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાંથી 10990 અને ચાણસ્માથી રૂ 690ની રોકડ રકમ કબ્જે લેવાઈ

પાટણશહેરમાં હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે બુધવારે સાંજે પાટણ બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી તેમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સો શેખ કમરઅલી મહમદભાઇ અને ઠાકોર લક્ષ્મણજી રત્નાજી અને શેખ સમીર બસીરભાઇ રહે.પાટણને રોકડ રૂ.10990 સાથે ઝડપી પાડ્યા હતા. તમામ સામે બી ડિવિઝન પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

જયારે ચાણસ્મા ચાર રસ્તા ખાતે ગુરૂવારે વરલી મટકાનો જુગાર રમતા શખ્સ વાદી વિનોદભાઇ મેરૂભાઇ રહે.ચાણસ્માને રોકડ રૂ.690 સાથે ઝડપી પાડ્યા હતા. તેમની સામે ચાણસ્મા પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...