તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OBC નેતાનું નિધન:પાટણના પૂર્વ MP અને પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન, ડીસા ખાતે તેમના પુત્રના ઘરે અંતિમશ્વાસ લીધા

પાટણ / પાલનપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017માં પુત્રને વિધાનસભાની ટિકિટ અપાવવા પાર્ટી છોડવાની ચિમકી આપી, 2019ની લોકસભાની પોતે ટિકિટ પણ ન મેળવી શક્યા

પાટણના પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ડીસા સ્થિત તેમના પુત્રના નિવાસે અંતિમ શ્વાસ લીધો હતો. પાટણના પીંપળ ગામે તેમની અંતિમવિધિ થશે. તેઓ 5 વાર ધારાસભ્ય અને એકવાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ એકમાત્ર નેતા હતા જેઓ કોંગ્રેસ, જનતાદળ, ભાજપ અને અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમજ 3 મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા. જેમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની સરકારમાં તેઓ મંત્રી રહ્યા હતા. તેમને પાંચ પુત્રો છે.ગાંધીનગરમાં તેમનું મકાન રિપેરિંગ થતું હોવાથી તેઓ સર્કિટ હાઉસમાં રહેતા હતા. 16 ફેબ્રુઆરી 1935માં જન્મેલા લીલાધર વાઘેલા કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયા હતા. તેઓ બે વાર ભાજપમાંથી ગુજરાતમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. OBC નેતા એવા વાઘેલા મોદી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા હતા. 87 વર્ષીય નેતા ઠાકોર સમાજના મોટા ગજાના અગ્રણી હતા.

જ્યારે પાટણના પૂર્વ MP લીલાધર વાઘેલાએ કહ્યું, હરીભાઈને કહીશ રહેવો દો, હું બનાસકાંઠાથી ચૂંટણી લડીશ
લોકસભા 2019ની ચૂંટણી લડવા તે સમયે પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ એક નિવેદન કરીને સાંસદ હરીભાઈ ચૌધરીને લોકસભા ચૂંટણી ન લડવા કહેતા હોય તેમ કહ્યું હતું કે, હરીભાઈને કહીશ કે તમે રહેવા દો. મને બનાસકાંઠામાંથી ચૂંટણી લડવા દો. મારી ઈચ્છા બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાની છે અને મારો હક છે. લીલાધર વાઘેલાએ ત્યારે જણાવ્યું કે, ગત ચૂંટણી તેઓ બનાસકાંઠાથી જ લડવા માંગતા હતા. પરંતુ હરીભાઈ ચૌધરીના કારણે તેઓ પાટણથી લડ્યા હતા. તે વખતે હરીભાઈએ તેમજ પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે, આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક આપવામાં આવશે. હવે તેઓ પાર્ટી અને હરીભાઈ બન્નેને વિનંતી કરશે.

વિધાનસભાની ટિકિટ અપાવવા લીલાધર વાઘેલાએ રાજીનામું આપવાની ધમકી આપી હતી
બનાસકાંઠા જિલ્લો ઠાકોર સમાજની ભારે વોટબેન્ક ધરાવે છે. ડીસા, દિયોદર અને કાંકરેજ પૈકી કોઇ એક બેઠક પર પાટણ સાંસદ લીલાધર વાઘેલાએ પોતાના પુત્રની ટિકિટની માંગ કરી હતી. ડીસાની સીટ પર દાવેદાર માવજી દેસાઇ, પ્રવિણ માળી, રાજુલ દેસાઇ અને દિલીપ લીલાધર ઠાકોર પરંતુ ટિકિટ શશિકાંત પંડ્યાને અપાઈ હતી અને તે જીત્યા હતા. ચૂંટણી અગાઉ લીલાધર વાઘેલાએ જણાવ્યું હતું કે, દિલીપભાઈને પાર્ટીના સદસ્ય તરીકે તૈયાર કરીને ડીસામાંથી ભાજપમાં ટિકિટ આપવાનો નિર્ણય કર્યો. પાર્ટીમાં મેં અપીલ કરી કે ડીસામાંથી દીકરાને ટિકિટ આપજો. હું પાર્ટીમાં આટલા લાંબા વર્ષોથી સેવા કરતો આવ્યો છું અને મારા દીકરાને જો પાર્ટી ટિકિટ ના આપે તો મારે પાર્ટીમાં રહીને શુ કરવાનુંω તો ભાજપમાંથી રાજીનામુ મૂકી દઈશું અને બહારથી મેદાનમાં આવીશું.

લોકોએ શકન આપ્યા ને પૂર્વ MP વાઘેલાએ રિવાજના નાણાં ખિસ્સામાં નાંખ્યા
2018માં શહેરનાં માર્કેટયાર્ટમાં પાટણના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનો શુભેચ્છા સંદેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર રહેનાર લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમને શકનના રૂપમાં રોકડા રૂપિયા આપ્યા હતા. જેને પળવારનો પણ વિચાર કર્યા વગર તેમણે પોતાના ખિસ્સામાં સેરવી દીધા હતાં. જો કે આ મામલે તેમના પુત્રએ કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારનો રિવાજ છે. કોઈને મળવા જઈએ ત્યારે એક આશીર્વાદ અને શકન પેટે નાણા આપીએ છીએ. લોકોએ શકનના ભાગરૂપે આશીર્વાદ રૂપે પૈસા આપ્યા હતા.

વાઘેલા સામે ચૂંટણી દરમિયાન 2007માં આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાઈ
ડીસા વિધાનસભાની 2007ની ચૂંટણીમાં ભીલડી નજીક આવેલા શેરગઢ ગામે આદર્શ આચારસંહિતાનો ભંગ કરી ચૂંટણી પ્રચાર કરી રહેલા લીલાધર વાઘેલા સામે ભીલડી પોલીસ મથકમાં 7 ડિસેમ્બર’07 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ ડીસાની કોર્ટ માં બોર્ડ પર આવતા લીલાધર વાઘેલાએ વકીલ મારફતે કેસને ડિસ્ચાર્જ કરવા માટેની અરજી કરી હતી. જે કેસ બીજા એડિશનલ ચીફ જ્યુડીશીઅલી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને તપાસ કરતા તેમજ આરોપીના વકીલની દલીલને ધ્યાને લઇ કોઈ પુરાવાના મળતા જજ પી. કે.ખાનચંદાનીએ તેમની અરજીને ગ્રાહ્ય રાખી કેસ ફરિયાદ કાઢી નાખી હતી.જેથી લીલાધર વાઘેલાએ કોર્ટ સંકુલમાં આવેલ સરકારી ગોગા મહારાજના મંદિરે દર્શન કર્યા હતા.

2019માં વાઘેલાના પૌત્રએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો
લીલાધર વાઘેલાનો પૌત્ર અજય વાઘેલા ભાજપ છોડીને ગયા મહિને જ જૂનમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. અજય અમદાવાદ સ્થિત નિરમા યુનિવિર્સિટીમાં એન્જિનિયર થયો છે અને એ પહેલા ટાટા નેનો પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યો છે.

2012માં નડિયાદમાં હૃદયનો દુઃખાવો ઉપડતા એન્જિયોગ્રાફી કરવી પડી
2012માં મહુધામાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખેડા જિલ્લાના સહપ્રભારી અને શ્રમરોજગાર મંત્રી લીલાધર વાઘેલા ધ્વજવંદન કરવા માટે એક દિવસ અગાઉ નડિયાદ સર્કિટ હાઉસ ગયા હતા. રાત્રે એકાએક હૃદયમાં દુ:ખાવો થતાં તેમને નડિયાદની ડીડીએમએમ હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...