રાજ્યમાં નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ થવાનું છે. ત્યારે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે હારીજ નગર પાલિકાની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. નવીન બજેટમાં રાજ્ય સરકારમાંથી 30 કરોડથી વધુ ગ્રાન્ટ મંજૂર કરાવવા વિવિધ વિકાસ કામોની ચર્ચા કરી હતી.
રાજ્ય સરકારનું નવું બજેટ આવવાનું હોવાથી પૂર્વ ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે પાલિકાની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. નવીન બજેટમાં 30 કરોડ ઉપરાંત બજેટ મંજૂર થાય જેને લક્ષીને હારીજ નગરમાં વિવિધ વિકાસ કામો થઈ શકે અને નવીન ગ્રાન્ટ વધુમાં વધુ ફળવાય અને વિકાસ કાર્યો તેજ ગતિએ આગળ વધે તેની વિસ્તૃત ચર્ચા પાલિકાના ચીફ ઓફિસર અને એન્જીનીયર સાથે ચર્ચા કરવામાં આવી હતી. નર્મદાનું પાણી રણ કાંઠાના છેવાળાના ગામો સુધી જાય છે તો નજીકના ગામમાં પૂરતું પાણી કેમ નથી મળતું, દરેક સોસાયટી-મહોલ્લામાં મીઠું પાણી મળી રહે તેનું આગોતરું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. વધુમાં રોજબરોજ ઉભરાતી ભૂગર્ભ ગટર લાઈનો ચોકઅપ થયેલી છે, તેવી ગટરોને ખોદકામ કરી બદલવી પડે. તેને બદલવા માટે અને જ્યા રિપેરિંગ થઈ શકે ત્યાં રિપેરિંગ કરવા માટે 17 કરોડની જોગવાઈ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તળાવોને અમૃત સરોવર અંતર્ગત 6 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જે અંતર્ગત ગામતળાવને અમૃત સરોવરમાં સમાવેશ કરી સરોવરની ફરતે સારા વૃક્ષો વવાય જેથી પ્રાકૃતિક વાતાવરણ ઊભું થાય અને ઓક્સિજન મળી રહે સાથે જ શહેરીજનો વોકિંગ કરી શકે તેવું આયોજન કરવા અપીલ કરી હતી. વિકાસ કરવા માટે અને સમગ્ર ટ્યુબવેલ ચાલુ રાખવા ના પડે અને વિજબીલનું ભારણ વધુ ના પડે તે માટે ગ્રેવિટીથી પાણી મળી રહે તેના માટે 4 કરોડનો ખર્ચ થવાનો છે. તમામ પ્રોજેકટ બનાવી આગામી સુવિધા મળી રહે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. નગર પાલિકાની ઈમારત અહીંયાંથી ખસેડી અન્ય જગ્યા પસંદ કરી આધુનિક ઈમારત બને તેની પણ સરકારમાં મંજૂર કરી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.