સન્માન:પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ ડૉ. મફતલાલ પટેલને ડોકરેટરની પદવી અપાશે

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે મફતલાલ પટેલ અને જમણે આનંદીબેન પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાબે મફતલાલ પટેલ અને જમણે આનંદીબેન પટેલની ફાઇલ તસવીર
  • 20 સભ્યો હાજર અને 14 સભ્યો ઓનલાઈન હાજર રહેતાં યુનિવર્સિટીની કોર્ટ યોજાઈ
  • ઊંઝાના પ્રિન્સિપાલ લીલાબેન સ્વામીએ મફતલાલના સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ પદવી આપવા પ્રસ્તાવ મુક્યો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મળેલી કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલને ડોક્ટરેક્ટની પદવી આપવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગત 26 માર્ચના રોજ કોર્ટ માટે પૂરતા સભ્યો હાજર ન રહેતા સભા મુલતવી રખાઈ હતી. જે શુક્રવારે રંગભવન ખાતે ઓનલાઇન અને ઓફલાઈન સભ્યોને હાજર રાખી કુલપતિ ડૉ. જે.જે વોરાના અધ્યક્ષ સ્થાને સેનેટની વાર્ષિક સભા યોજાઈ હતી.જેમાં 20 સભ્યો સભામાં હાજર રહ્યા હતા. 14 સભ્યો ઓનલાઇન સભામાં જોડાતા 34 સભ્યો થતાં કોરમ થતા સભા શરૂ રાખવામાં આવી હતી.

રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવશે
સભામાં ઊંઝાના પ્રિન્સિપાલ લીલાબેન સ્વામી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ ડૉ. મફતલાલ પટેલને સમાજ અને શિક્ષણ ઉપયોગી 74 જેટલી પુસ્તકો પ્રકાશિત કરનાર લેખક, રાષ્ટભાષા હિન્દી, સાહિત્ય જેવા ક્ષેત્રોના રત્નાકર, શિક્ષકથી લઇ કોલેજના અધ્યાપક સુધી શિક્ષણમાં વિશેષ યોગદાન આપનાર અને મહિલાઓ વિકાસ માટે કાર્યો કરી સમાજ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હોઈ તેમને યુનિવર્સિટી દ્વારા ડી.લીટ (ડૉક્ટરેટ)ની પદવી એનાયત કરવામાં આવે તે માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે સભાએ સ્વીકાયો હતો. કુલપતિએ જણાવ્યું હતું કે આ બાબતે રાષ્ટ્પતિ સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવશે.મંજુર મળશે એટલે એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...