તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેશત:જાળેશ્વર પાલડીમાં દીપડાને પકડવા વન વિભાગના હવાતીયા, વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં

પાટણ/ નાયતા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વન વિભાગ દ્વારા દીપડો પકડવા પાંજરાં ગોઠવાયાં. - Divya Bhaskar
વન વિભાગ દ્વારા દીપડો પકડવા પાંજરાં ગોઠવાયાં.
  • સરપંચ ખેતરમાં રખેવાળી કરતા હતા ને દીપડો દેખાતાં વિડીયો ઉતાર્યો
  • દીપડો દોટ લગાવી દોડી ખેતરોમાં છુપાઈ ગયો
  • દીપડાના કોઈ પુરાવા ન મળ્યા, બે દિવસ છતાં દીપડો ન પકડાતાં પંથકના લોકોમાં ભય

સરસ્વતીના જાળેશ્વર પાલડી ગામે બુધવારે સાંજના સમયે ખેતરોમાં દીપડો દેખાયો હોવાના સંકેતોને લઇ સમગ્ર ગામમાં ફફડાટ ફેલાતા ગ્રામજનો રાત ભર આરામથી સુઈ પણ શક્યા ન હતા. આ બાબતે સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા પાંજરું મુકવામાં આવ્યું છે. બીજા દિવસે ગુરૂવારે એક પણ સ્થળે દીપડો જોવા મળ્યો ન હતો. ત્યારે વનવિભાગ અધિકારી દ્વારા પ્રત્યક્ષ દર્શી કોઈ પુરાવા ન હોવાનું કહી આ બાબતે યોગ્ય તપાસ બાદ દીપડો આવ્યો છે કે કેમ તે તપાસ કરી સત્ય હકીકત જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતુ.

સરસ્વતી તાલુકાના જાડેશ્વર પાલડી ગામમાં બુધવારની સાંજે ગામના સરપંચ ખેતરમાં રખેવાળી કરવા ગયા હતા તે સમયે તેમના ખેતરમાં દીપડાને જોતા ખાતરી કરવા મોબાઈલ દ્વારા વિડીયો લઈ વન વિભાગને જાણ કરી હતી. જ્યાં વન વિભાગ પાંજરૂ લઈને દોડી આવી ખેતરમાં પાંજરૂ મુકી દીપડાને ઝડપી પાડવા ટીમે કામગીરી શરૂ કરી હતી. દીપડાને પકડવા આખી રાત ગ્રામજનો સહીત વનવિભાગની ટીમે શોધખોળ કરી હતી પરંતુ દીપડો જોવા મળ્યો ન હતો.

બીજા દિવસે પણ વનકર્મીઓની ટીમ એસ.આર પટ્ટણી, એસ.એમ. પ્રજાપતિ, એસ.એસ. પરમાર, વી.એલ.દેસાઈ અને ગામના સરપંચ રણજીતજી કુંવરજી ઠાકોર સહિત ગામ લોકોએ દીપડાની શોધખોળ કરી હતી.પરંતુ કોઈ ભાળ ન મળતા દીપડો આવ્યો છે કે કેમ તે બાબતો સવાલો ઉભા થવા પામ્યા હતા.

ખેતરમાંથી દીપડો ઉભો થઈને અચાનક દોડવા લાગ્યો હતો.
ખેતરમાંથી દીપડો ઉભો થઈને અચાનક દોડવા લાગ્યો હતો.

હુમલાના ભયથી ગામ રાખી રાત જાગ્યું
જાડેશ્વર પાલડી ગામે દીપડો દેખાતા સરપંચ દ્વારા ગામને જાણ કરાઈ હતી. અને તેમને ઉતારેલ વિડીયો ગણતરીની મિનિટોમાં વાયરલ થયો હતો. પરંતુ ત્યારબાદ દીપડો વનકર્મીઓ કે કોઈપણ અન્ય ગ્રામજનોને જોવા મળ્યો ન હતો. જેથી ખેતરોમાં ઉભેલા પાકોમાં સંતાઈ ગયો હશે કે કેમ સહીત કોઈનું મારણ કરશે તેવા ભયને લઇ ગ્રામજનો આખી રાત સુઈ શક્યા ન હતા.પરંતુ ગુરૂવારની મોડી સાંજ સુધી દીપડા દ્વારા કોઈના પણ હુમલો કર્યો હોવાનું અથવા કોઈ સ્થળે જોવા મળ્યો હોવાનું જોવા મળ્યું ન હતુ.

દીપડો ઉભો થઈને દોડ્યો
દીપડો ઉભો થઈને દોડ્યો

બે દિવસથી ખેતરો ખૂંદી રહ્યા છે પણ દીપડો દેખાયો નહીં
ગામના સરપંચે દીપડો જોયા બાદ ખેતરમાં વનવિભાગની ટિમ અને ગામના યુવાનો દોડી આવી પાંજરું મૂકી દીપડો પકડવા પ્રયાસ શરૂ કર્યા હતા. બુધવારની સાંજથી શોધખોળ શરૂ કર્યા બાદ બીજા દિવસે સતત ગામોના તમામ ખેતરો ખૂંદ્યા હતા પરંતુ એકપણ સ્થળે દીપડો દેખાયો ન હતો. વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરપંચે તેમના મોબાઈલથી ઉતારેલા વિડીયોમાં દીપડો દેખાય છે. પરંતુ દીપડાના પગલાં કે અન્ય કોઈ પુરાવા મળ્યા નથી. ખરેખર દીપડો આવ્યો છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બાજરી સહિતનો પાક ખેતરોમાં ઉભો હોવાથી દીપડો ક્યાં છુપાયો છે તે પણ જાણી શકાતું નથી. હાલ તો દીપડો પકડવા પાંજરા મુકાયાં છે અને તેના હોવાના પુરવા શાધવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...