પાટણ વન વિભાગ દવરા પ્રવાસન સ્થળ કોડધા મુકામે બાળકો માટે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં 20 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર માં 50 જેટલા બાળકો તથા 2 શિક્ષકો સાથે તેઓનુંઆગમાન સાથે ચા-નાસતો આપવામાં આવે છે.બાદમાં તેઓને કચ્છના નાના રણમાં ડુંગ૨ દાદાના મંદિર સુધી ફેરવવામાં આવે છે.તેમજ પરત આવ્યા બાદ સંપૂણ સુર્યાસ્ત બતાવવામાં આવે છે.તેમજ બાળકો ને રણ દર્શન કરાવવામાં આવે છે.ત્યાર બાદ રાત્રે ભોજન કરાવ્યા બાદ કેમ્પ ફાયર કરી બાળકોને મનોરંજન કરાવવામાં આવે છે.
બીજા દિવસે સવારે ઉઠતાની સાથેજ ચા-નાસ્તો આપી કેમ્પ સાઇટ ઉપર આવેલ વાડીલાલ ડેમ ખાતે આવતા અલગ-અલગ પ્રકારના પક્ષીઓ બતાવવામાં આવે છે. તેમજ તેના વિશે માહિતગા૨ ક૨વામાં આવે છે. બાદ તેઓને પર્યાવરણ તેમજ પ્રકૃતિ વિશે વન વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા સમજ આપવમામાં આવે છે.બપોરનો સમય થતાં તેઓને બપોરનું ભોજન આપવામાં આવે છે. તેમજ આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.