ચેકિંગ:ચાઈનિઝ દોરીનું વેચાણ રોકવા વારાહીમાં વન વિભાગનું ચેકિંગ

વારાહી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાઈનિઝ દોરીનું વેચાણ ન કરવા વેપારીઓને ચેતવણી

ઉતરાયણ પર્વ નજીક આવતાં જ બજારમાં શુક્રવારે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા વારાહીની તમામ દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દુકાનદારોને ચેતવણી આપવામાં આવી કે જો કોઈપણની દુકાનમાં ચાઈના દોરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પતંગ દોરીના દુકાનદારો પૈસા કમાવવાની લાલચમાં આવી દોરી વેચી રહ્યા હોય છે અને આ ચાઈના દોરીના કારણે પશુ પક્ષીઓ ને પણ નુકસાન થતું હોય છે. જો દુકાનદારોના દુકાનોમાં અને ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો ચાઈના દોરી નો મોટો જથ્થો પકડાઈ તેવી શક્યતા હોવાનું જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...