• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • For The Second Day In A Row In The District, The Number Of Corona Positives Crossed The Century, With Chanasma Having The Highest Number Of 38 Cases In A Single Day.

પાટણ કોરોના LIVE:પાટણ જિલ્લામાં આજે કોરોના સૌથી વધુ 151 કેસો નોંધાયા, 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં કુલ 788 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2225 લોકોના કોરોના ટેસ્ટ પેન્ડીંગ, ચાણસ્માના કંબોઈમાં 6 વર્ષીય બાળક કોરોના સંક્રમિત
  • 521 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ, ત્રીજી લહેરમાં જિલ્લામાં હજુ સુધી એક પણ મૃત્યુ નહિ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે કોરોનાની ત્રીજી લહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ 151 કેસો નોંધાયા છે.

પાટણ જિલ્લામાં આજે બુધવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણ શહેર સહિત તાલુકામાં 81, સરસ્વતી તાલુકામાં 12, સાંતલપુર તાલુકામાં 8, હારીજ શહેર અને તાલુકામાં 10, સિદ્ધપુર શહેર અને તાલુકામાં 9, ચાણસ્મા શહેર અને તાલુકામાં 26, શંખેશ્વરમાં 2, સમીમાં 2, રાધનપુરમાં 1 કેસ મળી જિલ્લામાં કુલ 151 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. નોંધનીય છે કે ચાણસ્માના કંબોઈમાં 6 વર્ષ બાળક કોરોના સંકમિત થયું હતું.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમાં તા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 788 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 115 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 521 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે, તો 2225 લોકોના કોરોનાના ટેસ્ટ પેન્ડીંગ રખાયા છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...