તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:રાધનપુર પંથકમાં સૌ પ્રથમવાર મોટી પીપળીનાં ખેડૂતે મગફળીનું સફળ વાવેતર કર્યુ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડુત દ્વારા કરવામાં આવેલા મગફળીનાં વાવેતરને જોઇ અન્ય ખેડૂતો પણ મગફળી નું વાવેતર કરવા પ્રેરાયા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના ખેડૂતે આ વિસ્તારની અંદર પ્રથમ વખત મગફળીનું વાવેતર કરી સારૂં ઉત્પાદન મેળવવાની આશા વ્યક્ત કરી છે, ત્યારે આ વિસ્તારના અન્ય ખેડૂતો પણ મગફળીનું વાવેતર કરવા આ ખેડૂતની પ્રેરણા લેવા અને પોતાના ખેતરોમાં મગફળીનું વાવેતર કરવા માટે મોટી પીપળી નાં આ ખેડૂતના ખેતરની મુલાકાત કરી રહ્યા છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના ખેડૂત સગરામભાઇ રબારી દ્વારા આ વિસ્તારની અંદર પ્રથમ વખત મગફળીની ખેતી કરીને આ વિસ્તારની અંદર પણ મગફળીની સફળ ખેતી થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું છે તો આ ખેડૂત નાં સાહસને લઈને મોટી પીપળી ગામના અને આજુબાજુના અન્ય ખેડૂતો પણ મગફળી નું વાવેતર જોવા માટે અને ખેતીની પદ્ધતિ જોવા માટે સગરામભાઇ ના ખેતરે રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે

મગફળી વાવવા માટે તેમને જે પદ્ધતિથી આ વિસ્તારની અંદર સોનામાં સુગંધ ભળે તેવી મગફળીનું વાવેતર કરી સરસ મજાની મગફળીનો ઉગારો નીકળ્યો છે. જેનાં કારણે ખેડુતને મગફળીની ખેતીમાં સારી કમાણી થશે તેવી આશા બાંધી રહ્યા છે. સાથે સાથે આ ખેડૂતની પ્રેરણા લઇ બીજા ખેડૂતો પણ મગફળી વાવેતર કરવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ વિસ્તારની અંદર અન્ય પાકોનું વાવેતર થાય છે પરંતુ મગફળીનું વાવેતર સૌ પ્રથમવાર કોઈ ખેડૂતે કરેલ હોય તો તે મોટી પીપળી ગામના ખેડૂતે આ સાહસ કરતાં બીજા ખેડૂતો પણ મગફળી વાવવા માટે તૈયારી બતાવી રહ્યા છે અને સારી કમાણી કરવા માટે આ ખેડૂતે સગરામભાઇ રબારીના ખેતરે પહોંચી મગફળીની વાવેતરનું નિરીક્ષણ કરી મગફળી વાવવા માટે પ્રેરણા લઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...