• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • For The First Time In Patan, A Free Training Course Was Started For The Youth Of Rawal Samaj To Prepare For Competitive Examinations For Free.

નિઃશુલ્ક તાલીમવર્ગ:પાટણમાં પ્રથમવાર રાવળ સમાજના યુવાનોને ફ્રીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા નિઃશુલ્ક તાલીમવર્ગ શરૂ કરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રાવળ યોગી સમાજ સેવા સંઘ દ્વારા સમાજના દાતાઓનું દાન એકત્ર કરી તાલીમવર્ગનું આયોજન કરાયું

પાટણ જિલ્લા રાવળ યોગી સમાજ સેવા સંઘ દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં સમાજના શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉમદા આશ્રય સાથે પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવક-યુવતીઓ માટે પ્રથમ વાર તાલીમવર્ગનો પાટણ શહેર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શહેરના જુના બસ સ્ટેન્ડ રોડ પર જયવીર સોસાયટી નજીક કોમ્પ્લેક્ષમાં ગુરુવારે રાવળ યોગી સમાજના ધોરણ 12 પાસ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવાનો માટે ક્લાસિસનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને નામાંકિત તજજ્ઞો મારફતે પરીક્ષાઓની યોગ્ય તૈયારીઓ કરવામાં આવશે.

આરંભમાં જ સમાજના 30 જેટલા યુવાનોએ તૈયારીઓ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તાલીમ વર્ગનો પ્રારંભ પ્રસંગે પાટણ જિલ્લા રાવળ યોગી સમાજ સેવા સંઘના પ્રમુખ નારણભાઇ રાવળ, ઉપપ્રમુખ મુકેશ કાનાણી , પૂર્વ મહામંત્રી ભાવેશ રાવળ, સંયોજક રાધનપુરના નારણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ વર્ગમાં આરંભમાં દાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાવળ નારણભાઈએ જણાવ્યું હતું કે, રાવળ યોગી સમાજમાં યુવક યુવતીઓ શિક્ષણ લેતા થયા છે. પરંતુ આર્થિક પછાત સમાજના યુવક યુવતીઓ મોંઘી ફી ભરી તૈયારીઓ ન કરી શકતા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉર્તિણ થઈ શકતા નથી. જેથી યોગ્ય તૈયારીઓ અને માર્ગદર્શન મળે માટે સમાજના દાતાઓ પાસેથી દાન લઈ ફ્રી કલાસીસ શરૂ કરવાનું આયોજન કર્યું છે.સમાજના તમામ યુવાનોને જોડાવવા અપીલ છે.

અન્ય સમાચારો પણ છે...