ઉમદા આશય:પાટણમાં પ્રથમવાર સ્મશાન ભૂમિમાં અસ્થિબેંક બનાવાઈ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલાજી ગ્રુપ અને હિન્દૂ સ્મશાન ભૂમિ દ્વારા રઝળતી અસ્થિઓ એકત્ર કરી ચાણોદ કે હરદ્વારમા વિસર્જન કરાશે

પાટણ શહેરમાં મૃતકોની અસ્થિઓ રઝળે નહીં અને વિધિવત વિસર્જન થાય તેવા ઉમદા આશયથી શ્રી બાલાજી ગ્રુપ અને હિન્દૂ સ્મશાન ભૂમિ દ્વારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર બાદ મૃતકોની અસ્થિ સંભાળીને રાખી તેનું હરદ્વાર કે ચાણોદ ખાતે સન્માન ભેર વિસર્જન માટે અસ્થિ બેંક કાર્યરત કરવામાં આવી છે.

પાટણ શહેર સહીત આસપાસ સ્મસાન ભૂમિમાં બિનવારસી અથવા સ્વજનો વગર થતા મૃતકોના અંતિમ સંસ્કાર બાદ તેમની અસ્થિઓ કોઈ ન લઇ જતા સ્મશાનમાં રઝળતા તેમનું અપમાન થતું હોય માનવતાની રાહે શ્રી બાલાજી ગ્રુપ અને હિન્દૂ સ્મશાન ભૂમિ દ્વારા પાટણ સહીત આસપાસના સ્મશાન ભૂમિઓમાં થતા અંતિમ સંસ્કાર બાદ પડી રહેતી અસ્થિઓ પાટણની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે એકત્રિત કરીને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મૃતકોના અસ્થિઓનું પવિત્ર સ્થળે વિસર્જન થાય તે માટે હિન્દૂ સ્મશાન ભૂમિ ખાતે અસ્થિ બેંકની રચના કરવામાં આવી છે.

હિન્દુ સ્મશાનભૂમિના યતીનભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે જે સ્મશાન ભૂમિમાંથી મૃતકના સ્વજનો અસ્થિઓ નહીં લઇ જાય તેવી અસ્થિઓ બાલાજી ગ્રુપના કાર્યકરો વિવિધ સ્મશાન ભૂમિઓમાંથી એકત્ર કરી યોગ્ય સમયે હરિદ્વાર અથવા ચાણોદ ખાતે જઈને ત્યાં પણ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...