હનુમાન ચાલીસા પાઠનું ગાયન:પાટણમાં પ્રથમ વખત 22 કલાકારોએ સળંગ 27 કલાક હનુમાન ચાલીસા પઠન કરી 182 વાર ગાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે સંગીય એકેડેમિક દ્વારા આયોજન કરાયું

દેશભરમાં સૌપ્રથમ વાર હનુમાન જયંતી નિમિત્તે પાટણમાં વિશ્વ કલ્યાણ અર્થે સૌથી લાંબા સમય સળગ 27 કલાક હનુમાન ચાલીસા પાઠનું ગાયન કર્યું હતું.જેમાં કુલ 22 કલાકારોએ 182 વાર હનુમાન ચાલીસાનું ગાયન કર્યું હતું.

પાટણ શહેરમાં શનિવારે હનુમાન જયંતી નિમિત્તે ઓનલાઈન સમગ્ર શહેર સહિત ભક્તો હનુમાન ભક્તિમાં જોડાઈ શકે અન ભક્તિમય માહોલ સર્જાય તેવા હેતુથી વિશ્વ કલ્યાણની પ્રાર્થના સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે સતત 27 કલાક શ્રી હનુમાન ચાલીસા પાઠનું નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી ખાતે આયોજન કર્યું હતું.શુક્રવાર રાત્રીના 9 કલાકથી શરૂ થઈ શનિવાર હનુમાન જયંતી પૂર્ણ દિવસ રાત્રીના 12 કલાક સુધી કલાકારો દ્વારા હનુમાન ચાલીસા પાઠનું ગાયન કર્યું હતું.

દેશભરમાં પ્રથમવાર સળંગ 27 કલાક સુધી હનુમાન ચાલીસાનું પઠન કરાયું હોવાના દાવા સાથે એકેડમી દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નોંધણી કરાવી છે.વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા તેની ખાતરી અને મોનીટરીંગ કર્યા બાદ નિર્ણય લેવાશે.આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ સહિત શહેરના અગ્રણીઓ ઉદ્ઘાટન પ્રસંગમાં હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું. જેમાં સંગીત એકેડમીના નીરવ ગાંધી તેમજ આયોજક કર્તા ટીમ હાજર રહી હતી.

27 કલાકમાં 182 હનુમાન ચાલીસાનું ગાઈન થઈ
હનુમાન જયંતિ નિમિત્તે સળંગ 27 કલાક હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. જેમાં એકવાર હનુમાન ચાલીસા પઠન કરતા 9.35 મિનિટ લાગી હતી. કુલ 22 કલાકારો દ્વારા સંપૂર્ણ 27 કલાક વારાફરથી પઠન કરાયું હતું. કુલ 182 વાર હનુમાન ચાલીસા ગાયન થઈ હતી તેવું એકેડેમિના ટ્રસ્ટી નીરવ ગાંધીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...