તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:પાટણ યાર્ડમાં દશકામાં પ્રથમવાર રાયડાનો ભાવ મણે રૂ.1000 ને પાર

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ માર્કેટયાર્ટમાં રાયડાના ભાવ 10 વર્ષેમાં પ્રથમવાર સૌથી વધુ ઊંચા મળતા ખેડૂતો માલ વેચવા આવતાં 18 હજાર બોરીઓની સરેરાશ આવક થઇ રહી છે.આ વર્ષે ભાવમાં 300 રૂપિયા વધારો મળતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે. જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ગતવર્ષ કરતા 5 હજાર હેક્ટર વધુ વાવેતર કર્યું હોઈ બગાડ ન આવતા ઉત્પાદન પણ સારું રહેતા બન્ને બાજુ લાભને લઇ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.દેશમાં તેલના વધતાં ભાવને લઇ ઓઇલ મિલોની રાયડાની માંગ વધતા માર્કેટમાં રાયડાની અછતને લઇ ભાવમાં ઉછાળો આવ્યો છે.

પાટણ માર્કેટયાર્ડમાં હાલમાં સૌથી વધુ આવક રાયડાની થઇ રહી છે અને વહેલી સવારથી જ ખેડૂતો ગાડીઓ ભરી રાયડો વેચવા માટે આવતા માર્કેટમાં જ્યાં જોવો ત્યાં રાયડાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. સરેરાશ રોજની 18 હજાર બોરીની આવક થઇ રહી છે.ખેડૂતોના રાયડાની થતી હરાજીમાં નીચામાં 950 અને ઊંચી ક્વોલિટીમાં 1026 રૂપિયા ભાવ પડી રહ્યા છે.ત્યારે ગતવર્ષે 675 થી 700 રૂપિયે વેચાતો રાયડો આ વર્ષે 300 રૂપિયા ભાવ ઉચકાતા ખેડૂતોને ઊંચો ભાવ મળતા રાજી થઇ ખેડૂતો વેચાણ કરતા જોવા મળી રહ્યા છે.અને જિલ્લા માંથી મોટી સંખ્યામાં ખેડૂતો રાયડો વેચવા માટે આવી રહ્યા છે.

માર્કેટયાર્ડ સેકેટરી ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગતવર્ષ આ સમયમાં ફક્ત 8 થી 9 હજાર સરેરાશ બોરીઓની આવક હતી.પરંતુ આ વર્ષે ઓઇલ મિલોની માંગ વધુ હોઈ ઊંચા ભાવને લઇ યાર્ડમાં હાલમાં સરેરાશ 18 હજાર બોરીઓની આવક થઇ રહી છે.રોજની 50 ગાડીઓ રાયડો ભરી ગુજરાતની ઓઇલ મિલોમાં જઈ રહી છે.

પાંચ દિવસમાં બોરીની આવક
5 માર્ચ - 17035
6 માર્ચ - 18185
8 માર્ચ - 19666
9 માર્ચ - 18141
10 માર્ચ - 15746

અન્ય સમાચારો પણ છે...