ભાસ્કર વિશેષ:પ્રથમ વખત 63 ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલરરૂફ ટોપ નંખાશે

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 મા નાણાપંચમાં જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાં રૂ.21 લાખની જોગવાઈ કરાઈ
  • ગ્રામ પંચાયતને વીજ બિલનો બોજ સહન નહીં કરવો પડે

ધવીજળીની બચત થાય અને ગ્રામ પંચાયતોને વીજબીલનો બોજ સહન ન કરવો પડે પર્યાવરણનું જતન થાય તે માટે પાટણ જિલ્લાની 63 ગ્રામ પંચાયત કચેરીના નવીન મકાનો પર સોલર રૂફ ટોપ સિસ્ટમ સુવિધા ઉભી કરવામાં આવશે. તેના માટે 15માં નાણાપંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાં રૂ.21 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અને તેને જિલ્લા પંચાયતે મંજૂરી આપી છે.

પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકાની 63 ગ્રામ પંચાયતોમાં પ્રથમ વખત સી.ડી.પી 5 યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયત કચેરી દીઠ 3 કિલો વોલ્ટની ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ નંખાશે. જેમાં આ પ્રોજેક્ટ કોસ્ટના કુલ ખર્ચના 20 ટકા રકમ રાજ્ય સરકારની સહાય અને બાકીના 80 ટકા રકમનો ખર્ચ 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કરાશે. જેમાં રૂ.21 લાખની જોગવાઈ કરી છે.

આ સોલર રૂફટોપ પ્રોજેક્ટ ઇન્સ્ટોલ થયા બાદ તેની નિભાવણી અને જાળવણી જે તે સંબંધિત ગ્રામ પંચાયત સ્વખર્ચે કરશે. 63 ગ્રામ પંચાયત કચેરીઓ પર 15મા નાણાપંચમાં કરેલી રૂ. 21 લાખની જોગવાઈને જિલ્લા પંચાયતની સામાન્ય સભાની મંજૂરી આપ્યા બાદ વિકાસ કમિશનર પાસે સૈદ્ધાંતિક મંજૂરી માંગી છે તેમ જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.

આ ગામોમાં સોલર રૂફટોપ નખાશે
પાટણ :
હાજીપુર, ચડાસણા, ખીમીયાણા, ખાનપુર, કતપુર, અનાવાડા
સરસ્વતી: મેસર, કોઇટા, વડુ, વારેડા, વડીયા, મોટા વેલોડા, ધારુસણ
સિધ્ધપુર: કુવારા, ચાટાવાડા, મેળોજ, નાંદોત્રી, ખોલવાડા, નિદ્ગોડા
ચાણસ્મા: રૂપપુર, સરદારપુરા, ગલોલીવાસણા, ચવેલી, કંબોઈ, ધારપુરી, ખોખલા, વસાઈ
હારીજ: કલાણા, ભલાણા, અડીયા, પિલુવાડા, જાસ્કા
સમી: નાયકા, કનીજ, નાના જોરાવરપુરા, મોટા જોરાવરપુરા
શંખેશ્વર: સુબાપુરા, નવીકુવર, બોલેરા, પાડલા, લોટેશ્વર, ફતેપુરા, મોટીચંદુર, જેસડા, સિપોર
રાધનપુર: નાયતવાડા, શબ્દલપુરા, દેલાણા, ધરવડી, પોરાણા, જેતલપુર, કલ્યાણપુરા, ગુલાબપુરા, શેરગઢ
સાંતલપુર: ઝાઝણસર, કમાલપુરા, નવાગામ, ઝંડાલા, બાવરડા, પાટણકા, ચારણકા, ઉંદરગઢા-વાઢીયા, ડાભી, ગાંજીસર, બાબરા

અન્ય સમાચારો પણ છે...