છેલ્લા 23 વર્ષથી રણુંજ ગામને તાલુકા મથક બનાવવા માટે મથામણ દસ્તાવેજ સરકાર કક્ષાએ અનિર્ણય પર પડેલ હોવાનું ગામના આગેવાનો રાવ કરી રહ્યા છે ત્યારે 1થી 10 કિલોમીટરના ઘેરાવવામાં 36 ગામડા સાથે રણુંજ તાલુકા મથક બનાવવા વર્ષો જુની માંગ દરખાસ્ત અમલવારીમાં ન મુકાતી હોવાથી ગામના આગેવાનો દ્વારા અવારનવાર પાટણથી ગાંધીનગર સુધી લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે. પાટણ તાલુકાના રણુંજ ગામને તાલુકા મથક બનાવવા માટે 1-11-1999ના રોજ દરખાસ્ત તૈયાર કરી મથામણ શરૂ થઈ હતી આજે 2023 સુધી રણુંજ ગામને તાલુકા મથક જાહેર કરાયો નથી. દસ્તાવેજ સરકાર કક્ષાએ અનિર્ણય પર પડેલ હોય તેને લઈને ગામના આગેવાનોમાં પાટણ કલેકટર કચેરીથી લઈ ગાંધીનગર ખાતે સચિવાલય સુધી અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી તેવું રણુંજ ગામના આગેવાન નાથાલાલ પુરષોત્તમદાસ પટેલે જણાવ્યું હતું.
પાટણ તાલુકાના વસ્તીના ધોરણે બીજા નંબરનું સ્થાન ધરાવતું રણુંજ ગામ 11000ની વસ્તી અને 6800 મતદાર ધરાવતું ગામ છે. ગામનો ભવ્ય ઇતિહાસ છે. જંકશન રેલવે સ્ટેશન હોવાથી 50 ગામડાઓ મુંબઇ સુધી સીધો રણુંજથી સંપર્ક ધરાવતું ગામ છે. રેષા ઉદ્યોગ 400થી વધુ લોકોને રોજગાર અાપતો હતો. છીંકણી બનાવવાનું કારખાનું અને ગોળના વેપારથી ધમધમાટ હતો. કોલાપુરી મોર છાપ વગેરે ગોળનુ મોટું પીઠું ધરાવતું હતુ. અાઇક્રીમની બનાવટમાં અગ્રેસર હતુ. શિક્ષણમાં બાળમંદિરથી કોલેજ અને પીટીસી કોલેજ સુધીનું શિક્ષણ ધરાવે છે. બેન્કિંગ ક્ષેત્રે ગામની રણુંજ નાગરીક બેન્ક પાટણ અને અન્ય શહેરમાં શાખાઓ ધરાવે છે. ગામમાં અન્ય બેંકની શાખાઅો અાવેલી છે.
અારોગ્ય કેન્દ્ર સાથે 10 ગામડા, પશુપાલક કેન્દ્ર 20 ગામડા , અેસટી બસ સ્ટેશન બિલ્ડીંગ તૈયાર છે અને 40 ગામના લોકો રોજની 55 બસના રૂટ મારફતે મુસાફરી કરે છે. વીજ પાવર હાઉસની કચેરી સાથે 32 ગામડાઓ જોડાયેલા છે, પોસ્ટ ઓફિસ સાથે 25 ગામડાઓ જોડાયેલ છે. આઉટ પોલીસ સ્ટેશન સાથે 25 ગામ જોડાયેલ છે.આ તમામ 36 ગામ એ માત્ર 1 થી 10 કિલોમીટરના ઘેરાયેલા છે.સહકારી મંડળીઅો અાવેલ છે.
36 ગામડાઓની વર્ષો જુની માંગ
- રણુંજ ગામને 36 ગામના સમાવેશ સાથે નવીન તાલુકો બનાવવાની વર્ષો જુની માંગ છે જેમાં પાટણના રણુંજ, સંડેર, મણુંદ, ડાભડી, કંથરાવી, પળી, રૂવાવી, માતપુર, સમોડા, કુડેર બબાસણા, હમીદપુરા, સરવા, ખાનપુરકોડી, આંબાપુરા, નોરતાતળપદ, નોરતા, વિસલવાસણા, બાલિસણા, સંખારી, નવાપુરા, નાના અને મોટા રામણદા, આંબલિયાસણ, દગિડી અને ચાણસ્મા તાલુકાના ઇસ્લામપુરા, સોજિંત્રા, ફીંચાલ, વસઇગામ, વસઇપુરા, સરસાવ, જાખાના, દાંતકરોડી, પીંપળ, ગંગેટ, કેશણીનો સમાવેશ થાય છે તેવું ગિરીશભાઈ કાનજીભાઇ પટેલ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.