મહેકમ:પાટણમાં 10 બગીચા માટે 15 માળીની જરૂર સામે 6 મળ્યા 12 ચોકિયાતની જરૂર સામે માત્ર 5 ચોકીદાર

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચતુર્ભુજ સહીતના બાગમાં જરૂર મુજબ ફુલછોડના બદલે કોયલી જેવા છોડ વાવવા આયોજન

પાટણ શહેરમાં 10 જેટલા બાગ-બગીચાઓ આવેલા છે. જેના ઉપયોગ માટે લોન કાપવાના ચાર મશીન, ઊંચા ઝાડ કાપવાના કટર, કેચીસ ,નાની કટર મળી ૧૫થી 20 જેટલા નવા સાધનો વસાવવામાં આવ્યા છે જે મંગળવારે પાલિકા સ્વચ્છતા શાખામાં આવી પહોંચતાં તેની ચકાસણી કરવામાં આવી હતી.

બાગ બગીચાઓ જાળવણી માટે પૂરતો મહેકમ સ્ટાફ ન હોવાના કારણે સાર સંભાળ રાખવામાં તકલીફ પડી રહી હોવાનું બાગ-બગીચા સમિતિના ચેરમેન જણાવ્યું હતું. શહેરમાં 10 જેટલા બાગ બગીચાઓમાં જ્યાં લોન કે અન્ય છોડ વાવવાની જરૂર છે ત્યાં ખાસ કરીને ચતુર્ભુજ બાગ માં નવી કોયલી જેવા છોડ વાવવા આયોજન કરાયું છે .ફૂલ છોડ ઉછેરી શકાતા નથી કેમકે લોકો આવતા જતા હોવાથી તેની સુરક્ષા કરવી મુશ્કેલ બની રહે છે. પાલિકાના બાગ-બગીચા સમિતિના ચેરમેન કામિનીબેન ભરતભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે બગીચાઓ માટે જરૂર મુજબ સ્ટાફ ઉપલબ્ધ નથી. હાલમાં 15 માળીની જરૂર સામે 9 છે. 12 ચોકિયાતની જરૂર સામે માત્ર 5 હોઈ બગીચાઓનું જતન કરવું મુશ્કેલ છે. ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, સ્વચ્છતા ચેરમેન ગોપાલસિંહ રાજપુત, પક્ષના નેતા દેવચંદ પટેલ અને બાગ-બગીચા ચેરમેને જણાવ્યા મુજબ લોન કાપવાના નવા સાધનો આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...