ધર્મ:સાધનામાં સહાયક શરીરના પોષણ માટે આહાર જરૂરી છે, સ્વાદ નહીં : મુનિરાજ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ત્રિસ્તુતિક સમુદાયના 18 સાધુ સાધ્વીજી ભગવંતની ઓળી તપસ્યા

આયંબિલ એ મન અને સ્વાદને જીતવાની આરાધના છે. સાધનામાં સહાયક શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથી. જીભના સ્વાદને મન સુધી પહોંચવા ન દે તે આયંબિલની આરાધના છે. આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે, જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે તેમ જૈન મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજીએ પાટણ ખાતે જણાવ્યું હતું.

ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ.

ઓળી ચૈત્ર તથા આસો માસ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત, પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પાટણમાં ત્રિસ્તુતિક સમુદાયનં મુનિરાજ નિક્ષેપરત્ન વિજય, વયોવૃદ્ધ મુનિરાજ સાધ્યરત્ન વિજય, મુનિરાજ નિસંગરત્ન વિજય સહિત 18 સાધુ સાધ્વીજી ભગવંત અને નગરમાં બિરાજમાન સાધુ સાધ્વીજી ભગવંત તેમજ અનેક લોકોએ કરી ઓળીની તપસ્યા, મુનિરાજ ચારિત્રરત્ન વિજયજીની પ્રેરણાથી પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ પણ આ નવ દિવસ ઓળી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...