અન્નવિતરણ કાર્યક્રમ:પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વોર્ડ નં-8માં અન્નવિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની અન્નવિતરણની યોજના વિશે લાભાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યા

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું ઉજવવાના સંકલ્પ અંતર્ગત બુધવારે પાટણ શહેરના ઝીણીરેત વોર્ડ નં-8માં ભાજપ પાટણ જિલ્લા મહિલા મોરચો દ્વારા અન્નવિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાયૅક્રમમાં શહેર મહિલા મોરચાનાં પ્રમુખ હસુમતિબેન પટેલ, મહામંત્રી માનસીબેન ત્રિવેદી, જિલ્લા કોષાધ્યક્ષ વિજયાબેન બારોટ, જિલ્લા મીડિયા સહ -કન્વીનર સંગીતા જોષી તેમજ જાગૃતિ પ્રજાપતિ, જનકબેન ઓઝા, આરતીબેન રાજપુરોહીત, મિનાબેન તેમજ આ વોડૅના નગરસેવક ધર્મેશભાઈ પ્રજાપતિ, પૂવૅ નગર સેવક સતિષ ભાઈ ઠકકર તેમજ મંડળના હોદ્દેદાર બહેનો ઉપસ્થિત રહી લાભાર્થી બહેનોને કુમ કુમ તિલક કરી મો મીઠું કરાવી અને સરકારની યોજનાઓની માહિતી આપી હતી અને લાભાર્થીઓનો સરકારની અન્નવિતરણ ની યોજના વિશે અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાથી અમોને સંતોષ છે. રેગ્યુલર અનાજ મળે છે. કોરોના જેવા કપરા સમયમાં પણ અમોને સરકાર તરફથી આ યોજનાનો લાભ મળેલો અને હાલ પણ સરકારની તમામ યોજનાનો લાભ મળે છે. તે બદલ લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના ઈન્ચાર્જ તેમજ સહ ઈન્ચાર્જ તરીકે વિજયાબેન બારોટ તેમજ જનકબેન ઓઝાએ જવાબદારી સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...