પાટણ ફૂડ વિભાગની ટીમે ખાનગી કંપનીઓની મિનરલ વોટરની બોટલોના નમુના મેળવી તેની ગુણવત્તા ચકાસવા માટે વડોદરાની સરકારી લેબોરેટરીમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો તરસ છીપાવવા માટે બજારમાં વેચાતી ખાનગી કંપનીઓની મિનરલ વોટરની બોટલોનો ઉપયોગ કરતા હોય છે. બોટલોમાં રહેલુ મિનરલ પાણીની ગુણવત્તાને તપાસવા માટે પાટણ કચેરીની જુદી જુદી ટીમો બનાવી ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં પાટણ જિલ્લામાં મિનરલ વોટરની કંપની દ્વારા નિયુક્ત કરેેલી એજન્સીઓ ઉપર તપાસ હાથ ધરી હતી.
પાટણ શહેરનાં હારીજ લીંક રોડ પર આવેલી અંબે મિનરલ પ્લાન્ટ પરથી એકતા બેવરેજ સાણંદની એ ગ્રેડ પેકેજ મિનરલ વોટર બોટલ, ચાણસ્મા જીઆઈડીસી ખાતેના અંબે બેવરેઝીસ પરથી સરદાર એકવા પેકેજ કંપનીની મિનરલ વોટર બોટલ, સિદ્ધપુરનાં ખળી ચાર રસ્તા નજીક આવેલ એમ.કે.બેવરેઝીસ પરથી ઓ.વાય. એસ પેકેજ મિનરલ વોટર બોટલ, રાધનપુર ખાતે જીઆઈડીસીમાં આવેલી વરૂણ બેવરેઝીસ પરથી હાટૅ લી પેકેજ મિનરલ વોટર બોટલનાં નમુના લઈ પૃથક્કરણ માટે સરકારી લેબ વડોદરા ખાતે મોકલી આપ્યા હતા તેવુ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના ડેજીગ્નેશન અધિકારી વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.