તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:પાટણના શંખેશ્વર ખાતે સેવાભાવી સંસ્થા દ્વારા ફૂડ એન્ડ ન્યુટીશન દવાઓનું વિતરણ કરાયું

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણના શંખેશ્વર મહાતીર્થ રાધે શોપિંગ સેન્ટર ખાતે સેવાભાવી સંસ્થા દ્વારા માનવતાનું કાર્ય કરાયું - Divya Bhaskar
પાટણના શંખેશ્વર મહાતીર્થ રાધે શોપિંગ સેન્ટર ખાતે સેવાભાવી સંસ્થા દ્વારા માનવતાનું કાર્ય કરાયું
  • પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાનું કાર્ય કરવામાં આવ્યું

પાટણના શંખેશ્વર મહાતીર્થ રાધે શોપિંગ સેન્ટર ખાતે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂડ એન્ડ ન્યુટીશન દવાઓનું વિતરણ કરાયું હતુ. પૂ. રત્નશેખરસુરીશ્વરજી મ.સાના આશીર્વાદથી અને મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સાની પ્રેરણાથી આ માનવતાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ચવનપ્રાશ, હેન્ડહોશ, અમૃતશક્તિ, ગિલોઈ, હોમીયોપેથીક દવા અને પેરાસીટમોલ,માસ્ક વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શંખેશ્વર ગામના સેવાભાવી જીજ્ઞાબેન, ધનેશ્વર શાસ્ત્રી અને ડો રમેશ હાલાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે સાથે સાથે કોરોનાના સમયમાં સેવા આપતા વઢેર મહેશકુમાર નારાયણભાઈ- (S.i,P.H.C-શંખેશ્વર),ડી.કે ગઢવી અને પ્રકાશભાઈ નાડોદા જેવા કોરોના વોરિયર્સને સન્નમાન પત્ર અર્પણ કરી સન્માનનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સમસ્ત ટ્રસ્ટી ગણએ દાતા પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...