કામગીરી:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.માં ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઇન્સ્પેક્શન કર્યું

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહત્વના કાગળોની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મંજૂરી આવતા પ્લાન્ટ શરૂ થશે

હેમચંદ્રાચાર્ય યુનિ.માં બની રહેલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા મંજૂરી માટે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટિમે ઇન્સપેક્શન કર્યુ હતું.ટિમ દ્વારા ચકાસણી કરી સૂચનો બાદ ખૂટતા કાગળો જમા કરવા માટે યુનિ.ને સૂચના આપી હતી. યુનિ. દ્વારા અંદાજે એક કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે.ત્યારે પ્લાન્ટ શરૂ કરવા માટે તંત્રની મજૂરી લેવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.અરજી અનુસંધાને પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટિમ ઓક્સિજન પ્લાન્ટના ઇન્સ્પેક્શન માટે આવી હતી.

સ્થળ પર કુલપતિ ડૉ.જે.જે વોરા અને એન્જીનીયરની હાજરીમાં ટિમ દ્વારા બનાવેલ પ્લાન્ટની કામગીરીની ચકાસણી કરી હતી.તમામ બાબતો યોગ્ય હોઈ યોગ્ય સૂચનો બાદ મંજૂરી માટે ખૂટતા કાગળો ઝડપથી વિભાગમાં જમા કરાવવા સૂચન કર્યું હતું.કાગળો બાદ મંજૂરી માટે ગાંધીનગર મોકલવામાં આવશે.અને મંજૂરી આવ્યા બાદ યુનિવર્સીટી દ્વારા કલેકટર સહીતના અધિકારીઓની દિશાસૂચન પ્રમાણે પ્લાન્ટ શરૂ કરી ઓક્સિજન સપ્લાયની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...