ભેલસેળીયા વેપારીઓમાં ફફડાટ:પાટણમાં બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સ નામની દુકાનમાંથી ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની ટીમે એક્સપાયરી ડેટની 12 જેટલી વસ્તુઓનો નાશ કર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ ટીમ દ્વારા દુકાનમાંથી પેકિંગ ટમેટા સોસ અને ખુશ્બુ ચોકલેટના નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલી અપાયા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળ સેળ કરતા તત્વોને નસિયત કરવા પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીની ટીમ દ્વારા અવાર નવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખાદ્ય-સામગ્રી માં ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે બુધવારના રોજ પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના ડેજીગ્નેશન ઓફિસર વિપુલભાઈ ચૌધરીની રાહબરી હેઠળ ફુડ ઈન્સપેક્ટર એચ.બી.ગુર્જર અને યુ.એસ.રાવલની ટીમ દ્વારા શહેરના દોશીવટ બજારમાં આવેલી અને જનરલ મચૅન્ટનાં હોલસેલ વેપારી સંતદાસ રોચીરામ સિંધી ઠકકરની બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સ નામની દુકાન પર આકસ્મિક તપાસ હાથ ધરી એક્સપાયરી ડેટ વાળી વસ્તુના જથ્થાને હસ્તગત કરી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

સાથે સાથે ટીમ દ્વારા દુકાન માં વેચાણ માટે લાવવામાં આવેલા પેકીગ ટામેટા સોસ અને ખુશ્બુ પિપરમેન્ટ ચોકલેટ નાં નમુના મેળવી તેને પૃથક્કરણ માટે વડોદરા ની સરકારી લેબોરેટરીમાં મોકલી આપી આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાટણ કચેરી નાં ડેઝિગ્નેશન અધિકારી વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન ની કચેરી દ્વારા શહેરના દોશીવટ બજારમાં આવેલી બજરંગ પિપરમીન્ટ સ્ટોર્સ નામની દુકાન ઉપર જુદી જુદી ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન દુકાન માંથી મળી આવેલ એક્સપાયરી ડેટની વસ્તુઓ પૈકી મેપ્રો ફ્રુટ કેન્ડી ચોકલેટ 10 ડબ્બા કિ. રૂ.1500, ડેડી બ્રાઉઝિંગ ચોકો કેન્ડી 6 ડબ્બા કિ.રૂ.900,હોલ્ફ શરબત બોટલ નંગ 8 કિ.રૂ.800, જય ગ્રીન ચીલી સોસ ટીન નંગ 9 કિ.રૂ.180, મોરજ શરબત બોટલ નંગ 28 કિ.રૂ.3360.

આ ઉપરાંત ક્રિષ્ના સોફ્ટ ડ્રીક્ર એશંશ બોકસ નંગ 12 કિ.રૂ.1200, સ્વાદ સિઝલેબ બોક્સ નંગ 12 કિ.રૂ. 500,ટાટૅરરૂમ એલ એલ પી પેકેટ નંગ.10 કિ.રૂ. 600,ચિકી પેકેટ નંગ 26 કિ.રૂ. 1260, ખુશ્બુ સ્વીટ ચોકલેટ પેકેટ નંગ 18 કિ.રૂ.540,કેના કેન્ડી 8 જાર કિ.રૂ.800 મળી કુલ 12 જેટલી એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ મળી આવતા તમામ વસ્તુઓનો સ્થળ પર જ ટીમ દ્વારા નાશ કરી દુકાનમાંથી પેકીગ ટામેટા સોસ અને ખુશ્બુ પિપરમેન્ટ ચોકલેટ નાં નમુના મેળવી તેને પૃથક્કરણ માટે વડોદરા ની સરકારી લેબોરેટરીમાં મોકલી આપી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ડેઝિગ્નેશન ઓફિસર વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. સાથે સાથે તેઓએ વેપારીની દુકાનમાંથી મળેલી એક્સપાયરી ડેટની વસ્તુઓ મામલે કાયદાની કલમ 32 મુજબ નોટિસની બજવણી કરી તેનો વેપારી પાસે ખુલાસો પુછવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ.

પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની કચેરી દ્વારા શહેરના દોષીઓ બજારમાં આવેલ બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સ નામની દુકાનમાં હાથ ધરાયેલી તપાસ ને લઈને ખાદ્ય-સામગ્રી માં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...