આગાહીની અસર:ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહીના પગલે પાટણ યાર્ડમાં ત્રણ દિવસ કપાસની હરાજી બંધ રહેશે

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 થી 20 તારીખ સુધી હરરાજી બંધ રાખવાની જાહેરાત સોમવારથી હરાજીનું કામ રાબેતા મુજબ ચાલુ કરાશે

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે . ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી પાટણ માર્કેટયાર્ડમાં ત્રણ દિવસ કપાસની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોઈ જેને ધ્યાનમાં રાખીને પાટણ ગંજબજાર દ્વારા તારીખ 18 થી 20 સુધી કપાસની હરરાજીનું કામ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામા આવી છે. 22 તારીખને સોમવારે કપાસની હરરાજીનું કામ રાબેતા મુજબ ચાલુ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...