તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથાકૂટ:સિધ્ધપુરમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલા પાંચ શખ્સોએ આધેડને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શેના પૈસા માંગો છો? એવું કહેતાં માથાકૂટ થઇ પાંચ શખ્સોએ ગાળો બોલી મારઝુડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી

સિધ્ધપુરની સનનગર સોસાયટીમાં આધેડ તેમની સોસાયટીમાં અગાઉ રહેતા યુવાન પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્યા હતા. ત્યારે આધેડે કયા પૈસા માંગો છો? તેવું કહેતા ઉશ્કેરાઇ જઇને પાંચ શખ્સો આધેડને મારઝુડ કરી અને આધેડને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે સિધ્ધપુર પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આગાઉ સોસાયટીમાં રહેતાં પાંચ શખ્સોએ પૈસા માંગી હોબાળો કર્યો સિધ્ધપુરના સનનગર સોસાયટીમાં રહેતા પ્રવિણકુમાર મનોરભાઇ પટેલ (રહે.કનેશરા) તેઓ તારીખ 24/01/2021ના રોજ કનેશરા ગામે ખેતર ગયા હતા, તે વખતે પાંચ શખ્સો પૈસાની ઉઘરાણી કરવા તેમના ઘરે ગયા હતા ત્યારે પ્રવિણકુમારની પત્નીએ તેમને ફોન કરી કહેલ કે આગાઉ આપણી સોસાયટીમાં રહેતા રમેશભાઇ સહિત પાંચ માણસો આવીને પૈસાની ઉઘરાણી કરીને હોબાળો કર્યો છે.

ઇજાગ્રસ્ત આધેટે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ પત્નીનો ફોન આવતાં પ્રવિણભાઇએ ઉઘરાણી કરવા આવેલા રમેશભાઇ સાથે ફોન પર વાત કરીને કહ્યું કે, તમારે શેના પૈસા તમારે લેવાના છે? તો રમેશભાઇ ઉશ્કેરાઇ ફોન પર બોલવા લાગ્યા હતા. ત્યારબાદ તારીખ 31/01/2021ના રોજ સવારે ફરીથી આ પાંચ શખ્સોએ આવીને પૈસાની ઉઘરાણી કરીને ગાળો બોલી મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત પ્રવિણકુમાર પટેલે સિધ્ધપુર પોલીસ મથકે રમેશભાઇ ઈશ્વરભાઇ પારેખ, ઉત્સવ રમેશભાઇ પારેખ, મૌલીક દિનેશભાઇ પારેખ, વેદાત ઠાકર અને અંકીત વ્યાસ તમાર (તમામ રહે.સિધ્ધપુર) સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો