ઝેરી કેમિકલ:સાંતલપુરનાં આંતરનેશ-રાણીસરની સીમમાં પાંચ શખ્સો ઝેરી કેમિકલ ઠાલવ્યું, છ ભેંસો-પાડાની ચામડી બળી ગયાનો આક્ષેપ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ એસ.ઓ.જી. પોલીસે બે મહિનાથી તપાસ કરી પાંચ સામે ગુનો નોંધ્યો

સાંતલપુર તાલુકાનાં આંતરનેશ ગામની સીમમાં કેટલાક લોકો દ્વારા આ વિસ્તારનાં પર્યાવરણ અને જમીનને ભયંકર નુકશાન થાય તે રીતે તથાચામડીનાં રોગો થાય કે લોકોનાં મૃત્યુ નીપજી શકે કે પશુઓને પણ નુકશાન પહોંચાડી શકે તેવા બિનઅધિકૃત રીતે ઝેરી કેમિકલના ટેન્કરો ભરી લાવીને સાંતલપુરનાં રાણીસર ગામની આશરે 25 હજાર ચો.મી. અને આંતરનેશ ગામની આશરે 10 હજાર ચો.મી. સરકારી જાહેર જમીનમાં પાળાઓ કરીને તેમાં આ કેમિકલ ઠાલવી રહ્યા હતા ને આ ઝેરી કેમીકલ વરસાદની સિઝનમાં પાણીમાં ભળી જઈને આગળ વહી જવાનાં કારણે આગળનાં ગામોનાં પણ આવા પાણીથી જાનમાલને નુકશાન પહોંચાડ્યું હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે.

પાંચ સાને ગુનો નોંધાયો
આ બનાવ અંગે પાટણ એસ.ઓ.જી. પી.આઇ. વી.આર. ચૌધરીએ વરાહી પોલીસ મથકે, આ કૃત્ય કરનારા સાંતલપુરનાં વારાહી, આંતરનેશ અને લખાપુરા ગામનાં પાંચ શખ્સો સામે આઇપીસી 308,/277/ 278/284/429/114 મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં અહેમદ ખાન ઉર્ફે દાઢી રશુલખાન મલેક, હનીફખાન મલેક, લાખુમલ નસીખાન મલેક, ઐયુબ લાખુમલ રાઉમા, નરેન્દ્ર પાંચાજી રાજપૂત તથા પ્રવિણ જગમાલભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.

સરકારી જમીનમાં કેમીકલ ઠલવાયું
આ અંગે મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાનાં આંતરનેશ અને રાણીસર ગામની સરકારી જમીનમાં કેમીકલ ઠલવાયું હોવાની જાણ સાંતલપુરનાં મામલતદારને થતાં તેઓએ રાણીસરનાં સરપંચ બાબુભાઇને સાથે રાખી સ્થળની તપાસ કરતાં રાણીસરની સરકારી જમીનમાં 25 હજાર તથા આંતરનેશ ગામની સરકારી જમીનમાં 10 હજાર ચો.મી. જમીન પર કપાટા પાળા કરીને અજાણ્યા શખ્સો દ્વારા એસિડીક ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાનું જણાયું હતું.

બે મહિના પૂર્વે ઝેરી કેમિકલ ઠાલવ્યું
ગામ લોકોનાં જણાવ્યા મુજબ આંતરનેશ ગામની સરકારી જમીનમાં દસ દિવસ પૂર્વે તથા રાણીસર ગામની સરકારી જમીનમાં બે મહિના પૂર્વે આ એસિડીક ઝેરી કેમિકલ ઠાલવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે આ જમીન પર લીકવીડ સુકાઇને જમીન સેમીસોલીડ બની ગઇ હતી. અને આ સોલીડ વેસ્ટ તથા માટીનાં નમુના પૃથ્થકરણ માટે લીધા હતાં.

મામલતદારને રિપોર્ટ કરીને સ્થળ તપાસ કરી
આ અંગે વારાહી પોલીસ મથકે જાણવા જોગ નોંધ તા. 25-6-22નાં રોજ કરાઇ હતી. આ અંગે પોલીસે તપાસ કરતાં અને પાંચ ગામ લોકોનાં નિવેદનો લેતાં તેઓએ આ ઝેરી કેમીકલોનાં ટેન્ડરો અહીં ઠાલવી જવાનાં કારણે રાણીસર ગામની પાંચ ભેંસોની ચામડી દાજી ગઇ હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ પાલનપુરનાં નાયબ પર્યાવરણ અધિકારી પ્રથમેશ પટેલે પણ મામલતદારને રિપોર્ટ કરીને સ્થળ તપાસ કરી સેમ્પલો લીધા હતાં.

150 ટેન્કરો ખાલી કર્યાનું ચાલકોએ જણાવયું
આ સેમ્પલો પર્યાવરણ વિભાગની વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતાં. જેનાં એનાલીસીસ રિપોર્ટમાં રાણીસર, આંતરનેશ ગામે જમીન પરથી લીધેલા નમૂનાઓ અને સાંતલપુરનાં સિધ્ધાડા ગામે આવેલ અર્થ એન્ટર પ્રાઇઝ ખાતેનાં ટેનકર માંથી લીધેલા સેમ્પલોમાં પાંચ પ્રકારનાં કેમીકલો એસીડ હોવાનું જાણકારી મળી હતી. આ અંસીડી પ્રવાહીનાં કારણે બનાવની તપાસ દરમ્યાન સિદ્દીકભાઇ ભટટી રે. રાણીસરની પાંચ ભેંસો તથા એક પાડો એમ 6 પશુની ચામડી દાઝી ગઇ હતી, જેની સારવાર બનાસડેરીનાં ડૉકટર દ્વારા કરાઇ હતી. આ ઘટનાની પોલીસ તપાસમાં આંતરનેશ ગામે 150 જેટલા ટેન્કરો ખાલી કર્યાનું ટેન્કર ચાલકોએ જણાવયું હતું. આ બનાવની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...