કામગીરી:જિલ્લામાં સરકાર દ્વારા પાંચ મેડિકલ ઓફિસરોને કાયમી તાલુકા હેલ્થ ઓફિસરની નિમણૂંક અપાઈ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PHCમાં 16 MBBS ડોક્ટર મૂકાયા, આંતરિક બદલીથી 20 સ્ટાફ ઉમેરાયો

પાટણ જિલ્લામાં પી.એચ.સી સેન્ટરોમાં ખાલી પડેલ MBBS ડોક્ટરની જગ્યા પર સરકાર દ્વારા નવીન 24 ડૉક્ટરો ફાળવતા તે પૈકી 16 ડૉક્ટરો હાજર થતાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ 16 પી.એસ.સી સેન્ટર ઉપર નિમણૂક કરી છે. તાજેતરમાં જિલ્લા ફેર બદલીમાં 20 આરોગ્યના કર્મીઓને ગ્રામીણ ક્ષેત્રે આવેલ પી.એસ.સી સેન્ટરોમાં નિમણૂક અપાતાં હવે નવી આરોગ્ય સ્ટાફની નિમણૂક થતાં ગ્રામીણ ક્ષેત્રે દર્દીઓન સારવારનો લાભ મળશે તેવો આશાવાદ ઊભો થયો છે.

પાટણ જિલ્લામાં કાર્યરત 52 પીએસસી સેન્ટરમાં ખાલી MBBS ડોક્ટરની જગ્યાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નવી 24 બોન્ડ વાળાં ડોક્ટરની ફાળવણી કરી છે. જે પૈકી હાલમાં 16 ડોક્ટર હાજર થતાં 14 ગ્રામિણ ક્ષેત્રે આવેલ પી.એચ.સીમાં તેમજ 2 પાટણ શહેરના અર્બન સેન્ટરમાં નિમણૂક આપી છે.

ઉપરાંત તાજેતરમાં જિલ્લા ફેર બદલી કેમ્પ માંથી પાટણ જિલ્લામાં આવેલા FHW/MPHW અને ફાર્માસિસ્ટ મળી આવેલા 20 આરોગ્ય કર્મીઓને આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી સેન્ટરોમાં નિમણૂક આપી છે. હાલમાં ફક્ત આઠ પીએસસીમાં ડોક્ટરની જગ્યા ખાલી હોય તેમાં પણ બાકી રહેલા 8 ડોક્ટર હાજર થતાં નિમણૂક આપવામાં આવનાર છે.તેવું પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી ડૉ. શરદ જાનીએ જણાવ્યું હતુ.

5 મેડિકલ ઓફિસરો અને તાલુકા હેલ્થ ઓફિસરની નિમણૂક
પાટણ જિલ્લામાં ફક્ત સમી અને સાંતલપુર બંને તાલુકામાં જ તાલુકા હેલ્થ ઓફિસર નિમણૂક થયેલી હતી અન્ય તાલુકાઓમાં મેડિકલ ઓફિસરને તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ આપેેલો હતો. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 5 મેડિકલ ઓફિસરો અને તાલુકા હેલ્થ ઓફિસર તરીકે નિમણૂક આપી છે.

જેમાં સિદ્ધપુરમાં ડૉ.રાજદીપ ચૌધરી,પાટણમાં અલ્કેશ સોહલ, ચાણસ્મામાં નિકુલ નાયક, હારિજમાં અક્ષય પ્રજાપતી અને રાધનપુરમાં કેતન ઠક્કરને તાલુકા હેલ્થ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. શંખેશ્વર અને સરસ્વતીમાં તાલુકા હેલ્થ ઓફિસરની પોસ્ટ ફાળવેલ ન હોય બંને તાલુકાના ચાર્જ આપવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...