છેતરપિંડી:પાટણમાં હિમાલયા કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને છેતરપિંડી કરનાર ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો
  • ફરિયાદી નિરવકુમાર પ્રવિણભાઇ રાવળ જોડે અજાણ્યા ઇસમોએ ફોર્ડ કર્યું હતું

પાટણમાં હિમાલયા કંપનીની ડમી વેબસાઈટ બનાવી લોકોને ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો પાટણ સાયબર સેલ દ્વારા પર્દાફાશ કરાયો છે.

પાટણ સાયબર સેલ દ્વારા પાટણ બી ડિવિઝનમાં નોંધાયેલ ફરિયાદના આધારે તાપસ કરી જાણવા મળ્યું હતું કે આરોપીઓ હિમાલયા કંપનીની ડમી વેબસાઇટ બનાવી દેશભરના અલગ-અલગ લોકોને ઇ-મેઇલ કરી કંપનીની ફ્રેન્ચાયઝી લેવા માટે જાહેરાત કરે છે. ત્યારબાદ આ રજીટ્રેશન ફી પેટે નાણા માંગી કંપનીના બનાવટી લેટરપેડ ઉપર ફ્રેનચાઈઝી કન્ફર્મનો ઈ-મેઈલ મોકલી પ્રોડકટસ માટે એડવાન્સમાં પૈસા પોતાના મળતીયા માણસોના એકાઉંટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરે છે.જેને લઈ સાયબર સેલ દ્વારા 5 લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓએ હીમાલયા કંપનીની ફ્રેન્ચાઈઝી આપવા સારૂ એપ્લીકેશન ફોર્મ મોકલેલ ત્યારબાદ તે એપ્લીકેશન ફોર્મ કન્ફર્મ કરી રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.35,164/- બેંક એકાઉન્ટમાં ભરાવેલ ત્યારબાદ કંપનીની પ્રોડક્ટ્સ બુક કરાવવા સારૂ વધુ 10 લાખ રુપિયા આર.ટી જી એસ મારફતે ટ્રાંસ્ફર કરવાનુ જણાવતા ફરિયાદીને શક જતા સાયબર ક્રાઇમ સેલ પાટણનો સંપર્ક કરતા ઉપરોકત અજાણ્યા ઇસમો વિરૂધ્ધ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ જે ગુન્હો વણશોધાયેલ હોઇ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તેમજ પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ પાટણ નાઓએ ગુન્હો શોધી કાઢવા માટે સુચના કરેલ જેથી સાયબર ક્રાઇમ સેલ પાટણ દ્વારા ઉપરોકત ગુન્હો આચરવામા ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ નંબરો, ઇ-મેઇલ એડ્રેસ બેંક એકાઉન્ટનુ ટેકનીકલ એનાલીસીસ કરતા આ ગુન્હામાં ફ્રોડમા ગયેલ રૂપિયાસુરત ખાતે અલગ અલગ બેંકના એ.ટી.એમમાંથી કેશ વીડ્રો થતા હતા. જેથી હ્યુમન તથા ટેકનીકલ ઇન્ટેલીજનસનો ઉપયોગ કરી આ ગુન્હામા સામેલ પાંચ આરોપીઓને પકડી ઉપરોક્ત ગુનાના કામે અટક કરેલ છે

પકડાયેલ આરોપીઓની વિગત:(1) મિટુકુમાર ઉર્ફે શિશુપાલ સ/ઓ બિરેન્દ્રપ્રસાદ કુર્મી રહે ચાંદપુર ,પોસ્ટ બાવરી,થાણા-વારિસલીગંજ જી નવાદા બિહાર (2) નિરજકુમાર સ/ઓ મહેશપ્રસાદ કુર્મી રહે અહિયાપુર મુસહરી પોસ્ટ ગોપાલબાદ થાના સરમેરા નાલંદા બિહાર (3) સંગમકુમાર સ/ઓ ભીખારી પાસવાન રહે. ભૌઆર આર પોસ્ટ બિરનાવન જી.નવાદા,બિહાર(4) લલ્લુકુમાર સ/ઓ જોગીનદર જમાદાર રહે સિરસીયા બીધા પોસ્ટ-કૈથોલી,થાના-નુરસરાય જી.નાલંદા,બિહાર(5) સુખવીન્દ્રકુમાર સ/ઓ સુરેન્દ્ર જમાદાર રહે.સિરસીયા બીઘા,પોસ્ટ-કૈથોલી થાના નુરસરાય જી નાલંદા,બિહાર

પકડવાના બાકી આરોપીની વિગત:(1) ગૌતમકુમાર રહે કોલકત્તા કબ્જે કરેલ મુદામાલ:

કબજે કરવામાં આવેલો મુદ્દામાલ-રોકડ રકમ રૂ 9,000/-અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ નંગ 12-એન્ડ્રોઈડ તથા કીપેડ મોબાઇલ નંગ-08-અલગ અલગ બેંકની ચેકબુક અને પાસબુક નંગ 13-અલગ અલગ કંપનીના સીમ કાર્ડ નંગ 25-અલગ-અલગ નામના આધારકાર્ડ ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ નંગ-12

આ ગુનામાં વપરાયેલ અલગ અલગ બેંક્ના ખાતાને ડેબીટ ફ્રીઝ કરાવી કુલ કિ.રૂ.59,000/- ફ્રીઝ કરાવેલ છે. આ ગુનામાં પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ સીમકાર્ડ,ડેબીટ/ક્રેડીટ કાર્ડ, બેંક એકાઉંટની પાસબુક ચેકબુક નાઓનો અભ્યાસ તેમજ આરોપીઓની પુછપરછ કરતા પોતે પોતાના મળતીયા માણસો મારફ્તે સમ્રગ દેશના અલગ-અલગ રાજ્યોના લોકો સાથે છેતરપીંડી કરેલાનુ જાણવા મળેલ છે જે બાબતે વધુ તપાસ સાયબર ક્રાઈમ સેલ ખાતે ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...