કાર્યવાહી:રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ વહન કરતા પાંચ ડમ્પર પકડાયા, બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ અને બોરતવાડા પાસેથી ખાણ ખનીજ વિભાગની ટીમે વાહનો પકડ્યા

પાટણ અને બોરતવાડા નજીકથી ખાણ ખનીજ વિભાગની ટીમે રોયલ્ટી પાસમાં દર્શાવ્યા કરતા વધુ ખનીજ વહન કરતી પાંચ ટ્રકોને પકડી પાડી કુલ રૂ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં ખનીજ અને રોયલ્ટીની ચોરી ન થાય તે માટે ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અલખ પ્રેમલાણી ના માર્ગદર્શન નીચે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં ચાર દિવસમાં રોયલ્ટી પાસમાં દર્શાવ્યા કરતા વધુ ખનીજવહન કરતી પાંચ ટ્રકો પકડી લીધી હતી જેમાં પાટણ શિહોરી ત્રણ રસ્તા પાસેથી બિલ્ડીંગ સ્ટોન ( પથ્થર) ભરેલીએક ટ્રક પાટણના ટીબી ત્રણ રસ્તા પાસેથી સાદી રેતી ભરેલી બે ટ્રક તેમજ હારિજના બોરતવાડા ત્રણ રસ્તા પાસેથી એક અને બોરતવાડા રોડ પરથી સાદી રેતી ભરેલી એક મળી પાંચ ટ્રકો પકડી પાડી રૂ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે ટ્રક માલિકોને કુલ રૂ 5.21 લાખ દંડ ફટકાર્યો હતો તેવું ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...