તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સમીમાં મહિલા પોલીસકર્મી સહીત જિલ્લામાં પાંચને કોરોના

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લામાં બુધવારે 5 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ શહેરમાં ત્રણ અને સમીમાં પોલીસકર્મી સહીત સિદ્ધપુરના બીલીયા ગામે એક કેસ નોંધાયો હતો. શહેરમાં યશધામ ફ્લેટમાં 62 વર્ષીય પુરુષ, વહોરવાળ નાગર વાડોમાં 63 વર્ષીય પુરુષ, શ્રી નગર સોસાયટીમાં 85 વર્ષીય પુરુષ, સિદ્ધપુરમાં બીલીયા ગામમાં 57 વર્ષીય પુરુષ, સમી પોલીસ સ્ટેશનના 35 વર્ષીય મહિલા પોલીસ કર્મી મળી પાંચ કેસ નોંધાતા જિલ્લામાં કેસ આંક 4126 થયો હતો.સામે 12 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 3990 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં વધુ 755 સેમ્પલ લેવાયા હતા. સામે 780 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલમાં 62 કેસ એક્ટિવ છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા-7, કડી-3, વિસનગર-વિજાપુર-મહેસાણા-બહુચરાજીમાં 1-1 કેસ મળી જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા.બનાસકાંઠાના પાલનપુર 1, વડગામ 1, સુઈગામ 2 કેસ નોંધાયા હતા. હિંમતનગરમાં 7, ઇડરમાં 3 અને પ્રાંતિજમાં એક મળી સાબરકાંઠા જિલ્લામાં 11 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો