તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Fisco Of Teacher Readiness Survey Examination In The Entire District Including Patan City, Teachers Did Not Come To Give Test

પરીક્ષાનો ફિયાસ્કો:પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો ફિયાસ્કો, શિક્ષકો કસોટી આપવા આવ્યા જ નહીં

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં શિક્ષકો સજ્જતા કસોટી આપવા એકલ દોકલ સંખ્યામાં આવતાં વર્ગખંડમાં શિક્ષકોની પાંખી હાજરી

પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજયભરમાં મંગળવારના રોજ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષા સામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિરોધ વચ્ચે પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષામાં નહિવત્ શિક્ષકો ઉપસ્થિત રહેતાં આ પરીક્ષાનો ફિયાસ્કો થયો હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજયના શિક્ષણમંત્રી દ્વારા શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષાની જાહેરાતને લઇ શૈક્ષીક મહાસંઘ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારના રોજ પાટણની પ્રાથમિક તારાબેન કન્યાશાળા અને ગુમડા મસ્જિદ કન્યા શાળાના પરીક્ષા કેન્દ્ર સહિત જિલ્લાનાં અન્ય પરિક્ષા કેન્દ્રો ઉપર શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષામા માત્ર ગણ્યા ગાંઠયા જ શિક્ષકો પરીક્ષા આપવા હાજર રહ્યા હતા. તો કેટલાક વર્ગખંડોમાં માત્ર એક, બે જ શિક્ષકો પરીક્ષા આપવા બેઠા હતા તો ક્યાંક ખાલી જોવા મળ્યા હતા. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને વિશ્વાસમાં લીધાં વગર આયોજિત કરવામાં આવેલા શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષા પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમા હાંસી પાત્ર બનવા પામી હતી.

પાટણ જિલ્લા સહિત રાજ્યભરના શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર કર્યો હોય તેવા દ્રશ્યો પાટણ શહેર અને જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર જોવા મળ્યા હતા. આજે યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષામાં હાજર નહીં રહેનાર પાટણ જિલ્લાના ત્રણ જેટલાં શિક્ષકોને પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષા બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પરીક્ષા ન લેવાઈ તે મામલે રાજ્યના શિક્ષણમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી છતાં શિક્ષણમંત્રી દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષા લેવાનો હઠાગ્રહ રાખતા આજે પાટણ શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના શિક્ષકોએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને સમર્થન આપી દરેક શિક્ષક પરિવારે એક દિવસીય ઉપવાસ કરી પરિક્ષાનો બહિષ્કાર કર્યો હોય જેના કારણે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષાનો સમગ્ર રાજ્યમાં ફિયાસ્કો થયો છે અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જીત થઇ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

શિક્ષણમંત્રીના હઠાગ્રહ સામે શિક્ષકોની જીત થઈ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા ન લેવાય તે મામલે શિક્ષણમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી છતાં શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા લેવાનો હઠાગ્રહ રાખતા આજે પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના શિક્ષકો એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ને સમર્થન આપી દરેક શિક્ષક પરિવારે એક દિવસીય ઉપવાસ કરી પરીક્ષા નો બહિષ્કાર કર્યો હોય જેના કારણે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો સમગ્ર રાજ્યમાં ફિયાસ્કો થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકોની જીત થઇ છે.

કુલ સંખ્યા પૈકી 17 ટકા જ શિક્ષકો પરીક્ષા આપી
જિલ્લામાં કુલ 72 કેન્દ્રો ઉપર 5655 શિક્ષકોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુંp જેમાં ફક્ત 981 શિક્ષકો પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં બેઠા હતા. 4674 શિક્ષકો ગેરહાજર રહ્યા હતા.સરેરાશ જિલ્લામાં 17% શિક્ષકોએ સજ્જતા સરક્ષણ પરીક્ષા આપી હતી.

તાલુકા વાઈઝ પરિક્ષામાં હાજર-ગે.હા. શિક્ષકો

તાલુકાકુલહાજરગે.હા
ચાણસ્મા47446428
હારિજ47365408
પાટણ72157664
સમી557356201
સિધ્ધપુર73066664
રાધનપુર703209494
સાંતલપુર69413681
શંખેશ્વર33919320
સરસ્વતી964150814
કુલ56559814674

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...