તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉ.કુલીનચંદ્ર યજ્ઞાનિકનું ડી.લીટની પદવીથી સન્માન

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સતત 30 વર્ષ યોગદાન આપતાં સન્માન કરાયું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વર્ષ 2018 અને 2019ના ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા હતા. 89 પૈકી 52 વિદ્યાર્થીનીઓ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. યુનિમાં 30 વર્ષ યોગદાન આપનાર પ્રથમ કુલપતિ ડૉ.કુલીનચંદ્ર યજ્ઞાનિકને ડી.લીટની પદવીથી સન્માનિત કરાયા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્સિટીમાં સતત 30 વર્ષ યોગદાન આપનાર પ્રથમ કુલપતિ ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકને ડી.લીટની પદવીથી સન્માનિત કરાયા હતા. હાજર મહાનુભાવોને હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખી છે. તેનો વિશેષ આનંદ છે. છાત્રોને સન્માન બદલ શુભેચ્છાઓ આપી જીવનમાં સતત શિક્ષણ સાથે સંકળાયેલા રહેવા અને સમાજ અને દેશના હિતમાં કાર્યો કરવા સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. દેશની શક્તિ સંપત્તિ નહીં પરંતુ યુવાધન છે. જે તમે છો. તમારામાં રહેલા કૌશલ્ય વડે દેશ અને રાજ્યને પ્રગતિના પંથે લઇ જવા રાજ્યપાલે ઓનલાઈન માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો